Surat News/ સગી દીકરી પર છ વર્ષ દુષ્કર્મ આચરનાર પિતા ઝડપાયો : પરિવારના ઠપકા બાદ પણ ન સુધરતાં જેલહવાલે કરાયો

પોલીસે તરત જ નરાધમ પિતાની ધરપકડ કરી છે અને તેને જેલહવાલે કર્યો છે

Gujarat Surat

Surat News : સગી દિકરી પર છ વર્ષ સુધી દુષ્કર્મ કરનારો નરાધમ બાપ પરિવારના ઠપકા બાદ પણ સુધર્યો ન હતો.અંતે ફરિયાદ થતા પોલીસે તેની ધરપકડ કરી હતી.આ બનાવની વિગત મુજબ સુરતમાં જાણીતી કંપનીમાં કોન્ટ્રેક્ટ પર કામ કરતા UPના વતનીએ પોતાની જ સગી દીકરીનું સતત છ વર્ષ સુધી યૌનશોષણ કર્યું હોવાની ચોંકાવનારી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દુષ્કર્મની આ ઘટનાથી કંટાળીને દીકરીએ આખરે ઘર છોડીને બે રાત સુરત રેલવે સ્ટેશન પર વિતાવી હતી અને અંતે ઈચ્છાપોર પોલીસ મથકે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત જ નરાધમ પિતાની ધરપકડ કરી છે અને તેને જેલહવાલે કર્યો છે.

ઈચ્છાપોર પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સુરતની એક કંપનીમાં કોન્ટ્રેક્ટ પર નોકરી કરતો હતો. તે પત્ની, પુત્રી અને બે ભાઈ-બહેનો સાથે રહેતો હતો. પીડિત દીકરી અહીં હિન્દી વિદ્યાલયમાં ધોરણ-6 સુધી ભણ્યા બાદ વતન પરત ગઈ હતી. અહીં વડીલોપાર્જિત જમીનના ઝઘડા વચ્ચે પત્ની પણ દોઢ વર્ષ માટે યુપી જતી રહી હતી.વર્ષ 2019માં જ્યારે દીકરી ધોરણ-8માં ભણતી હતી ત્યારે એક રાત્રે સંયુક્ત પરિવારમાં મોટા પપ્પા અને અન્ય સંબંધીઓ વચ્ચે ઊંઘતી હતી.

આ સમયે પિતાએ તેની આસપાસ આવી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે દીકરીએ પોતાની માતા અને દાદા-દાદીને પિતાના આ ક્રૂર કૃત્યની જાણ કરી ત્યારે કુટુંબે પિતાને ઠપકો આપ્યો હતો, પણ તે બદલાયો નહોતો. પોતાનુ દુષ્કૃત્ય છુપાવવા ઝઘડો કરી બેઠો હતો. ત્યાર બાદ પીડિતાએ રાત્રે દાદી સાથે રૂમ બદલ્યો અને પિતાથી બચવા લાગેલી હતી.

વર્ષ 2023માં દીકરીને ફરીથી ધોરણ-12માં અભ્યાસ માટે માતા અને ભાઈ સાથે સુરત મોકલવામાં આવી હતી, જોકે અહીં પણ પિતાએ પોતાની દાનત બગાડવાનું બંધ ન કર્યું. પુત્રી ના પાડતી ત્યારે તેને માર મારતો હતો. માતા અને પિતાની વચ્ચે રોજિંદા ઝઘડા થતા હતા. દીકરી સતત ભય અને ત્રાસમાં જીવતી હતી. દોઢ માસ સુધી તેના કાકાના ઘરે રહીને પોતાના તૂટેલા જીવનને સાચવવાનો પ્રયાસ કર્યો હતો.

પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે તે માત્ર 13 વર્ષની હતી ત્યારે પિતાએ પ્રથમ વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું.  ત્યારથી સતત છ વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો. આ અતિશય પીડાથી છુટકારો મેળવવા માટે તે 4થી મેના રોજ સવારે ઘર છોડીને સુરત રેલવે સ્ટેશન પર પહોંચી હતી. ત્યાં તેણે બે દિવસ ભૂખ્યા-તરસ્યા જીવન વિતાવ્યું હતું. અંતે એક ઓળખીતાને સંપર્ક કરી તે ઈચ્છાપોર પોલીસ મથક પહોંચી હતી અને પિતાની વિરુદ્ધ સમગ્ર ઘટના જણાવતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પિતાની ધરપકડ કરી અને તેને જેલહવાલે કર્યો છે.

પિતાના ત્રાસથી સગીરા પોતાનું ઘર છોડીને નાસી ગઈ હતી. આ વચ્ચે તેના પિતાએ તેની મિસિંગની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે શોધખોળ શરૂ કરી ત્યારે ખબર પડી કે પિતાના ત્રાસથી તે ઘર છોડીને નાસી ગઈ હતી. એટલું જ નહીં, તેની માતા કેન્સર પીડિત છે.સમગ્ર મામલે એસીપી દીપ વકીલે જણાવ્યું હતું કે ભોગ બનનારની ફરિયાદના આધારે BNSની કલમ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ભોગ બનનાર પોતાના ઘરેથી નીકળી ગઇ હતી ત્યારે પિતા મિસિંગની ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન આવ્યો હતો. તેની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી ત્યાર પછી પીડિત પોતે પોલીસ સ્ટેશન હાજર થઈ હતી. 2019 એટલે છ વર્ષથી પિતા તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. તેને માર મારવામાં પણ આવી રહ્યો હતો, જેના કારણે તે ઘર છોડીને નાસી ગઈ હતી. મિસિંગ સગીરાની શોધખોળ દરમિયાન આ આખી હકીકત સામે આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાક. પર એર સ્ટ્રાઈકના લીધે રાજકોટ, જામનગર, ભૂજ જતી ફ્લાઈટ્સ રદ

આ પણ વાંચો:પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે કેન્દ્ર સરકારનો નિર્ણય, દેશના 28 એરપોર્ટ 15 મે સુધી બંધ રહેશે

આ પણ વાંચો:ગુજરાતના 7 એરપોર્ટ પર NOTAM જારી, કોઈ ફ્લાઇટ ઉડશે નહીં, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય