Breaking News: છેલ્લા ઘણા સમયથી અમદાવાદમા ખાણી પીણીની વસ્તુઓમાં કઈકને કઈક નીકળવાના સમાચાર સાંભળવા મળ્યા હશે. ત્યારે ફરી એક વાર આઈસ્ક્રીમના રસિયાઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જાણીતી કંપનીની આઈસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળી હોવાનું સામે આવ્યું છે. જી હા…. હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે મોટા ભાગના લોકો ભાર ઠંડુ ખાવા માટે નીકળતા હોય છે ત્યારે અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં ગ્રાહકે ખરીદેલ આઈસ્ક્રીમમાં ગરોળીની પૂંછડી મળી આવી હતી. આપને જણાવી દઈએ આ આઈસ્ક્રીમ હેવમોર બ્રાન્ડની હોવાનું કહેવાઈ રહ્યું છે. અને હેવમોર બ્રાન્ડ પર આક્ષેપ પણ લાગ્યા છે.
ગ્રાહકનો દાવો છે કે આ આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી છે. તેમના ખેવા અનુસાર જ્યારે તે કોન ખાઈ રહ્યા હતા ત્યારે અજુગતું મોઢામાં આવ્યું હતું. જ્યારે તેમણે જોયું તો તે ગરોળીની પૂછડી હતી. અને તે કોન ખાધા બાદ મહિલાની તબિયત લથડી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જોકે મંતવ્ય ન્યૂઝ મહિલા ગ્રાહકના આ દાવાની પુષ્ટિ નથી કરતું.. પરંતુ તમારે ગરમીમાં જ્યાં-ત્યાં આઈસ્ક્રીમ ખાવો ભારે પડી શકે છે. તેથી કોઈ પણ વસ્તુ ખાતા પહેલા સાવચેતી રાખો.
આ પણ વાંચો:ફૂડ એક્સપેરિમેન્ટમાં માત્ર આ જ જોવાનું બાકી હતું, વ્યક્તિએ માત્ર આઈસ્ક્રીમના પકોડા બનાવ્યા.
આ પણ વાંચો:ચોર થયો નારાજ! ચોરી કરવા ગયો હતો… કંઈ ન મળતાં 20 રૂ. મૂકી આવ્યો, વીડિયો વાયરલ
આ પણ વાંચો:આ કેવી ગેમ છે ભાઈ! છોકરાઓને રમતા જોઈને તમે તમારા હાસ્યને કાબૂમાં નહીં રાખી શકો
