MANTAVYA Vishesh/ મારા મરવા પાછળ અનિરુદ્ધસિંહ જાડેજાનો હાથ: અમિત ખૂંટ

રાજકોટમાં સગીરા પર લાગેલા બળાત્કારના કેસે નવો જ વળાંક પકડ્યો છે. તેના એક આરોપી રીબડાના અમિત દામજીભાઈ ખૂંટે આત્મહત્યા કરી લીધી છે. તેણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. સગીરા પર રેપનો આરોપ લાગતા પોલીસે આરોપીની શોધખોળ આદરી હતી, પોલીસ આરોપી સુધી પહોંચે તે પહેલા જ તેણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Mantavya Vishesh

રાજકોટમાં સગીરા પર લાગેલા બળાત્કારના કેસે નવો જ વળાંક પકડ્યો છે. તેના એક આરોપી રીબડાના અમિત દામજીભાઈ ખૂંટે આત્મહત્યા કરી લીધી છે. તેણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. સગીરા પર રેપનો આરોપ લાગતા પોલીસે આરોપીની શોધખોળ આદરી હતી, પોલીસ આરોપી સુધી પહોંચે તે પહેલા જ તેણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસને આરોપીના પાકીટમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. આ સ્યુસાઇડ નોટમાં આત્મહત્યા કરનારે તેને આત્મહત્યાની ફરજ પાડનારાના નામ લખ્યા છે. તેમા સૌથી જાણીતું નામ અનિરુદ્ધસિંહ જાડેજાનું છે. તેના પગલે હવે સગીરાનો રેપ કેસ બાજુએ રહી ગયો છે અને હવે આખો કેસ આત્મહત્યા પૂરતો પણ સીમિત ન રહેતા રાજકીય કેસ બની ગયો છે. જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચેની દુશ્મની જગજાહેર છે. મૃતક યુવાન જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાનું માનવામાં આવે છે.  તેના પગલે જયરાજસિંહે મૃતકના કુટુંબને દિલસોજી પાઠવી છે.

અમિત ખૂંટની સ્યુસાઇડ નોટમાં અનુભા, રિદ્ધિ પટેલ અને રાજદીપની અને અનિરુદ્ધસિંહ જાડેજા સહિત ચાર નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે પાટીદાર આગેવાન ગોવિંદ સગપરીયાએ અનિરુદ્ધસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. આ કેસમાં આશ્ચર્યની વાત એ છે કે અમિત ખૂંટ પર બે દિવસ પહેલા જ રેપની ફરિયાદ નોંધાઈ હતી. જો કે તેની સામે ફરિયાદ નોંધાવવાની સાથે જ તેના જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થવા લાગ્યા હતા.  તેના લીધે તે જયરાજસિંહનો સમર્થક હોવાનું પણ લોકોની જાણમાં આવ્યું હતું.

અમિત ખૂંટે તેની સ્યુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે અનુભા અને અનિરુદ્ધસિંદ તમારે આ કરવા જેવું ન હતું. તમારે જો સમાધાન કરવું હતું તો પછી મને બોલાવી લેવો હતો. આ રીતે મને બદનામીમાં ધકેલ્યો. આમ અમિત ખૂંટ અહીં કોઈ ઘટનાની વાત કરે છે, જેના અંગે કદાચ હવે ફોડ પોલીસ તપાસમાં જ પડશે. આ ઘટનાને લઈને સમાધાનની વાત હતી. તેની સાથે તેણે એમ પણ જણાવ્યું હતું કે જો મેં આવું તમારી સાથે કર્યું હોત તો તમે આજે ગામમાં જે પ્રતિષ્ઠા સાથે ફરો છો તે પ્રતિષ્ઠા સાથે ફરતા ન હોત. આ બતાવે છે કે અમિત ખૂંટ પણ અનિરુદ્ધસિંહ જાડેજાની કોઈ દુઃખતી રગ જાણતો હોઈ શકે છે. આ બંને મુદાને ભેગા કરીને સમાધાનની કોઈક વાત હોવાનું આ સ્યુસાઇડ નોટ કહે છે. તેના પછી તેણે જણાવ્યું હતું કે મારા મિત્રોને ખાસ વિનંતી કે અનિરુદ્ધસિંહ જાડેજા આણી મંડળી સામે જે પણ કાર્યવાહી થતી હોય તે કરવી. આ થશે તો જ મારા જીવને શાંતિ મળશે. આ ઉપરાંત પછી જણાવ્યું હતું કે અનુભા અને રાજદીપ હવે તમને રીબડામાં કોઈ નડશે નહીં. જ્યારે અનિરુદ્ધસિંહને ઉદ્દેશીને જણાવ્યું હતું કે હવે તમે રિબડામાં જલસા કરો.

અમિત ખૂંટે તેની મૃત્યુની નોંધમાં આક્ષેપ કર્યો હતો કે મને હની ટ્રેપમાં ફસાવાયો હતો. તેમા એક રિદ્ધિ પટેલ છે અને બીજી મીડિયામાં બોલે છે તે પૂજા રાજગોર છે. તેમની સાથે ત્રણ છોકરા છે. તેઓનું મોટું ગ્રુપ છે.  અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહે તેમને રૂપિયા આપીને મને ફસાવ્યો છે. તેઓ મને હંમેશા ફસાવવા માંગતા હતા. મારી ભૂલ ફક્ત એટલી જ હતી કે હું રીબડાનું સારું ઇચ્છતો હતો. હું બધાનું સારું ઇચ્છતો હતો. બસ આ જ વાત તેમને કઠતી હતી. અનિરુદ્ધ અને રાજદીપસિંહને આકરામાં આકરી સજા કરવામાં આવે.  તેણે જણાવ્યું હતું કે આ બધા મોટા માણસોએ અમારી પર અનેક વખત દમન ગુજાર્યુ છે. મને અહીં ફુલ પ્લાનિંગ સાથે ફસાવવામાં આવ્યો છે. મારે મરવું નથી, પણ અનિરુદ્ધસિંહે મને મરવા માટે ફરજ પાડી છે. મને એવી સ્થિતિમાં મૂકી દીધો છે કે મારે મર્યા વગર છૂટકો નથી.

પોલીસે એફએસએલની ટીમે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે. તેની હવે ફોરેન્સિક સાયન્સમાં પણ તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં હવે અમિત ખૂંટનું પોસ્ટમોર્ટમ થયા પછી હવે તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા માટે તેના મૃતદેહને રાજકોટ મોકલવામાં આવનાર છે. આ ઉપરાંત પોતાના સમર્થકના મૃત્યુના પગલે જયરાજસિંહ જાડેજા તેના ઘરે તેના કુટુંબીઓના સાંત્વના આપવા પહોંચ્યા હતા.  જયરાજના સમર્થકોનું કહેવું છે કે અમિત ખૂંટે જયરાજને સમર્થન આપવાની કિંમત ચૂકવી છે. તેની સામેના દુષ્કર્મના આરોપો ખોટા છે. આ તેની સામાજિક પ્રતિષ્ઠા ખોરવવાનું કાવતરું છે. તેના માટે ખાસ જૂથનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આમ એક સગીરાએ તેના પર રેપનો કેસ નોંધાવ્યો, રેપ કેસના આરોપીએ આત્મહત્યા કરી અને વગદાર રાજકારણી અનિરુદ્ધસિંહ જાડેજા પર આક્ષેપ કરી તેમને જવાબદાર ગણાવ્યા. આરોપી પાછો જયરાજ જાડેજાનો સમર્થક. આમ રાજકોટમાં ફરી પાછી જાડેજા વિ. જાડેજાની તલવાર ખેંચાઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. આ આત્મહત્યાને ફક્ત આત્મહત્યા જ નહીં પણ જયરાજસિંજ જાડેજાના જૂથ પર પ્રહાર તરીકે પણ જોવાય છે. હવે અનિરુદ્ધસિંહ જાડેજાના આ વારનો જયરાજસિંહ જાડેજા કઈ રીતે જવાબ આપે છે તેના પર ફક્ત ગોંડલ કે રાજકોટની જ નહીં આખા રાજ્યનીં નજર રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી