Kutch News: સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ માંડવી, ભુજ, અને નખત્રાણા તાલુકા વિસ્તારોમાં જુગાર (Gambling)ની કલબો ધમધમી રહી છે જેમાં અંદર ગયા બાદ બહાર નીકળવા માટે એકબીજાની રાહ જોવી પડે છે તો આ ક્લબની અંદર એક બેંક પણ રાખવામાં આવેલી છે જેને વ્યાજ પર રૂપિયા આપવામાં આવે છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તાલુકા વાઇસ જુગારની કલબો (Club) ધમધમી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રોના દાવા મુજબ ક્લબોમાં ચા, પાણી તેમજ નાસ્તા સહિતની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે જેથી કોઈ જુગારી હાર્યા બાદ બહાર નીકળી શકે નહીં અને સૌએ સાથે જવાનું અને સાથે આવવાનું એવી આ ક્લબોના ફરમાન મુજબ ધમધમી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો આ જુગાર (Gambling)ની કલબોમાં દેશી તેમજ અંગ્રેજી દારૂ અને બિયર સહિતની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે?
જોકે, આ ક્લબ કયા અધિકારી અને કર્મચારીના આશીર્વાદથી ચાલે છે તે ચર્ચાનો વિષય બની ગયો છે. કેમકે કહેવાય છે કે આમાં મોટા ભાગે અધિકારીઓ કે કર્મચારીઓના નાણાનો ઉપયોગ પણ બેંક તરીકે આપવામાં આવે છે ત્યારે આ જુગાર (Gambling) કલબમાં અધિકારીઓના નાણાં હોય તેવું માની શકાય તેમ નથી. શું આ સમગ્ર મામલે રેન્જ આઈજી (Range IG) કે પછી જિલ્લા પોલીસ વડા અજાણ હશે? તેવા સવાલ વહેતાં થયા છે.
@મહેન્દ્ર મારૂ
આ પણ વાંચો:કચ્છમાં ઈન્ડિયા બ્રિજ બોર્ડર પાસેથી શંકાસ્પદ વસ્તુમાં વિસ્ફોટ, લોકોમાં ભયનો માહોલ
આ પણ વાંચો:કચ્છમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતીને લઈ જાહેરાત
આ પણ વાંચો:કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું આવશે
