Gujarat Weather News: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ (Gujarat Rain) ગુજરાતને ધમરોળશે. ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદ (Scattered Rain)ની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 25થી 31 સુધી વરસાદ રહેતા મે મહિનો વરસાદી મહિનો બની રહેશે.
આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી
| શહેર | તાપમાન |
| અમદાવાદ | 40 ડિગ્રી |
| સુરત | 36 ડિગ્રી |
| વડોદરા | 39 ડિગ્રી |
| રાજકોટ | 40 ડિગ્રી |
| ભુજ | 40 ડિગ્રી |
| ભાવનગર | 39 ડિગ્રી |
| પોરબંદર | 35 ડિગ્રી |
| દ્વારકા | 35 ડિગ્રી |
| ડીસા | 40 ડિગ્રી |
ગુજરાત રાજ્યમાં મે મહિનો વરસાદથી ભરપૂર રહ્યો હોવાનું જોવા મળ્યું છે. ભર ઉનાળામાં કમોસમી વરસાદ (Unseasonal Rainfall)નાં કારણે ખેતરોમાં પાકનો નાશ થયો છે. સૌરાષ્ટ્રના 18 જિલ્લાઓમાં વરસાદની શક્યતા જોવા મળી છે. આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ વધારો નહીં થાય. અમદાવાદ, ભાવનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું છે. ડીસા, ગાંધીનગર, કંડલામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહ્યું છે. દાહોદ અને વડોદરામાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર અને ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. નવસારી, ડાંગ અને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેશે.

આગામી 22 અને 23 મે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતમાં સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસાદ પડશે. ખેડૂતોએ પાકને ખુલ્લામાં ન મૂકવાની ચેતવણી આપવામાં આવી છે. આ વખતે ગુજરાતમાં 15 દિવસ વહેલા ચોમાસું બેસશે. નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દાદરા નગર હવેલી અને ડાંગ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.
આ પણ વાંચો:ગુજરાતમાં 18 જીલ્લામાં ગાજવીજ સાથે મેઘો ત્રાટકશે, ખેડૂતોએ રહેવું પડશે સાવધાન
આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું
