Operation Sindoor: ભારતીય સેનાએ એ દાવાઓને ફગાવી દીધા છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન અમૃતસરના સુવર્ણ મંદિરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ તૈનાત કરવામાં આવી હતી. સેનાએ સ્પષ્ટતા કરી છે કે દરબાર સાહિબ અમૃતસર (સુવર્ણ મંદિર) ના પરિસરમાં કોઈ હવાઈ સંરક્ષણ બંદૂકો તૈનાત કરવામાં આવી ન હતી.
એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ પહેલીવાર છે જ્યારે ભારતીય સેનાએ સુવર્ણ મંદિરમાં હવાઈ સંરક્ષણ બંદૂકો તૈનાત કરી છે અને આ માટે ત્યાંના મુખ્ય ગ્રંથી પાસેથી પરવાનગી લેવામાં આવી છે કારણ કે ઓપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્તાને સુવર્ણ મંદિરને પણ નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું. આ પછી સુવર્ણ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
જોકે, શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું, ત્યારે મુખ્ય ગ્રંથી અમેરિકાના પ્રવાસે હતા અને તેની પરવાનગીનો પ્રશ્ન જ ઉભો થતો નથી. હવે આ મામલે, ભારતીય સેનાએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે ત્યાં કોઈ એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી ન હતી.
પાકિસ્તાને પંજાબના અમૃતસરમાં શીખોના પવિત્ર સ્થળ સુવર્ણ મંદિરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ સોમવારે (19 મે, 2025) જણાવ્યું હતું કે આતંકવાદીઓ સામે ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના બદલામાં પાકિસ્તાને સુવર્ણ મંદિરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સેનાએ કહ્યું કે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલને હવામાં સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, અહીં જાણો કર્યક્રમ
આ પણ વાંચો:‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન આધાર વેબસાઇટ હતી નિશાન પર, ગુજરાત ATS એ બે શંકાસ્પદોની કરી ધરપકડ
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર : મેજરે કહ્યું તેઓએ ગોળીઓ ચલાવી પણ વિસ્ફોટ અમે કરાવ્યો’,અમે સંપૂર્ણપણે તૈયાર હતા
