Ahmedabad News/ ઈસ્કોનબ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના 87 કલાકના જામીન મંજૂર,માતાનું ઓપરેશન નહીં થાય તો તાત્કાલિક સરેન્ડર કરવું પડશે

ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ઈસ્કોનબ્રિજના ચકચારભર્યા અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના ગુજરાત હાઇકોર્ટે ચાર દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. પોતાની માતાની બીમારીની સારવાર માટે તથ્ય પટેલે ફરી જામીન માટે અરજી કરી હતી, આ અરજી હાઇકોર્ટે મંજૂર કરી 26 મેના રોજ સવારે 6 વાગ્યે છોડીને 29 મેના રોજ રાત્રે 09 વાગ્યે સરેન્ડર થવા હુકમ કર્યો છે. જામીન દરમિયાન તથ્ય પટેલની સાથે ત્રણ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે. જો 26 મેએ તથ્યની માતાનું ઓપરેશન ન થાય તો તાત્કાલિક સરેન્ડર થવા પણ હુકમ કરાયો છે.

ઇસ્કોનબ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોને કચડનાર તથ્ય પટેલના ફરી 4 દિવસના હંગામી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે. તથ્ય પટેલને અગાઉ સાત દિવસના હંગામી જામીન આપ્યા હતા. હંગામી જામીન અરજીમાં તથ્ય પટેલે જણાવ્યું હતું કે તેની માતાને કરોડોરજ્જુની સર્જરી કરાવવાની હોવાથી તેની ઉપસ્થિતિ જરૂરી છે, જોકે તથ્ય પટેલની માતાને હાઈ બ્લડપ્રેશર અને તાવ હોવાથી સર્જરી થઈ શકી નહોતી.તથ્ય પટેલ દ્વારા પોતાના હંગામી જામીન બે અઠવાડિયાં માટે વધારવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

તથ્ય તરફથી તેના વકીલે આગામી 26 મેના રોજ તથ્યની માતાનું ઓપરેશન કરવાનું હોવાનું ડૉક્ટરનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, જેના સરકારી વેરિફિકેશન બાદ હાઇકોર્ટે તથ્ય પટેલને 26 મેના રોજ સવારે 6 વાગ્યે છોડીને 29 મેના રોજ રાત્રે 09 વાગ્યે સરેન્ડર થવા હુકમ કર્યો છે. આ દરમિયાન તેની સાથે પોલીસ જાપતામાં એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ રહેશે, જેનો ખર્ચ તથ્ય પટેલ ભોગવશે.

વળી, જો તથ્યની માતાનું 26 મેના રોજ ઓપરેશન ન થાય અથવા તો મુલતવી રખાય તો તરત જ તેને જેલ ઓથોરિટી સમક્ષ સરેન્ડર કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે તથ્યની હંગામી જામીન અરજીનો વિરોધ કરતાં સરકારી વકીલે જણાવ્યું હતું કે તથ્યનાં માતા-પિતાએ જ ઓપરેશન માટે 26 મેની તારીખ ડોક્ટર સમક્ષ માગી હતી. તેની માતાના ઓપરેશનમાં સાર સંભાળ રાખવામાં તથ્યની જરૂર નથી. અગાઉ તેને માતાના ઓપરેશન માટે હંગામી જામીન મળ્યા, પરંતુ ઓપરેશન ન થતાં તેણે સરેન્ડર કર્યું નહોતું.

19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. ત્યાર બાદ તથ્ય પટેલને સાબરમતી જેલ ભેગો કરવામાં આવ્યો હતો.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: GSRTC અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ

આ પણ વાંચો: કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ: 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણશે; ટેન્ટ સિટી, 20થી વધારે એક્ટિવિટી

આ પણ વાંચો: કચ્છ રણોત્સવમાં ગેરરીતિ મામલે હાઈકોર્ટે ટેન્ડર કર્યુ રદ