Ahmedabad News: રાજસમંદ (Rajsamand)માં કાંકરોલી-ભીલવાડા રોડ પર એક બસ (Sleeper Bus) પલટી ખાતા 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 24 જેટલા લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘટનાની માહિતી મળતા જ કાંકરોલી પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અકસ્માત થતાં લોકોનાં ટોળા ભેગા થઈ ગયા હતા. ઘાયલોને એમ્બ્યુલન્સ (Ambulance)ની મદદથી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આજે સવારે એક મોટો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. અમદાવાદથી ભીલવાડા જતી સ્લીપર બસનો ભાવા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો છે. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ અન્ય બે દર્દીઓને ઉદયપુર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલી સ્લીપર બસનો નંબર મધ્યપ્રદેશની હતી અને તેના પર “શ્રી દેવ” લખેલું હતું. અકસ્માત થતાં બસનો આગળનો કાચ તૂટી ગયો હતો.
અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે, જેમને સ્થળ પર જ સારવાર આપીને રવાના કરવામાં આવ્યા હતા. ત્રણેય મૃતકોના મૃતદેહને શબઘરમાં ખસેડવામાં આવ્યા છે. વહીવટી અધિકારીઓની સૂચના પર તબીબી વિભાગની ટીમ એલર્ટ થઈ ગઈ છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઇવરને ઝોકું આવવાના કારણે આ અકસ્માત થયો હતો. સ્લાપર બસ કાંકરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખૂબ જ ઝડપે પસાર થઈ રહી હતી અને તેમાં પાર્સલ ભરેલા હતા. બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી વખતે ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ જેના કારણે બસ કાબૂ બહાર જતાં ડિવાઇડર સાથે અથડાઈ અને પલ્ટી ગઈ હતી.
આ અકસ્માતમાં બસમાં સૂઈ રહેલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ક્રેનની મદદથી બસને એક બાજુ ખસેડીને ટ્રાફિક પૂર્વવત કરાયો છે. મૃતકોના સંબંધીઓને પોલીસ દ્વારા જાણ કરી દેવામાં આવી છે. ત્રણેય મૃતદેહનું પોસ્ટમોર્ટમ જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવશે તેમ માહિતી મળી છે.
આ પણ વાંચો:15 સેકન્ડમાં 5 લોકોના મોત, એક ભૂલથી થયો અકસ્માત, રાજસ્થાનમાં કેન્ટર સાથે ટાટા સફારીની ટક્કર
આ પણ વાંચો:રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 9ના મોત અને 15 ઘાયલ
આ પણ વાંચો:રાજસ્થાનનાં બુંદીમાં ઘટી મોટી દુર્ઘટના, ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત
