Sports News: IPL 2025 ના સમાપન સમારોહ (Closing Ceremony)માં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) માટે સેનાની બહાદુરીને સલામ કરવામાં આવશે. BCCI એ ત્રણેય સશસ્ત્ર દળો (Armed Forces)ના વડાઓને 3 જૂને અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચ માટે આમંત્રણ આપ્યું છે.
બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ મંગળવારે જણાવ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે, અમે અમદાવાદમાં IPLની ફાઇનલ મેચ (Final Match) જોવા માટે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ સહિત ટોચના લશ્કરી અધિકારીઓ અને સૈનિકોને આમંત્રણ આપ્યું છે.’
BCCI સેક્રેટરી સાકિયાએ કહ્યું- BCCI દેશના સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે. ઓપરેશન સિંદૂર હેઠળ સેનાએ વીરતાપૂર્ણ પ્રયાસો કર્યા જેણે રાષ્ટ્રનું રક્ષણ અને પ્રેરણા આપી.
22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ પછી, પાકિસ્તાનની યુદ્ધવિરામની વિનંતી પર ભારતે પોતાનું ઓપરેશન બંધ કરવા સંમતિ આપી.
સૈકિયા સૈકિયાએ કહ્યું, ‘સેના પ્રત્યે પ્રશંસાના પ્રતીક તરીકે, અમે સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનો અને આપણા નાયકોનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ક્રિકેટ એક રાષ્ટ્રીય ઝનૂન રહ્યું છે, ત્યારે આપણા રાષ્ટ્ર અને તેની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષાથી મોટું કંઈ નથી.
8 મેના રોજ IPL એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી , પાકિસ્તાનના ડ્રોન હુમલાને કારણે ધર્મશાલામાં પંજાબ-દિલ્હી મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. બીજા જ દિવસે, BCCI એ IPL ને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી. પછી યુદ્ધવિરામની જાહેરાત પછી, BCCI એ IPL ની બાકીની મેચોનું સમયપત્રક ફરીથી ગોઠવ્યું.
આ પણ વાંચો:IPL 2025 ની ફાઇનલ અમદાવાદમાં રમાશે, જાણો ક્યાં યોજાશે પ્લેઓફ મેચ
આ પણ વાંચો:ટીમ ઈન્ડિયા એશિયા કપમાં નહીં રમે, BCCIનો મોટો નિર્ણય!
આ પણ વાંચો:IPLમાં ગુજરાતનો દિલ્હી સામે 10 વિકેટે વિજય, પ્લે ઓફમાં પ્રવેશ
