Junagadh News: જુનાગઢ (Junagadh)માં વિસાવદર (Visavadar) વિધાનસભાના આપ પક્ષના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા (Gopal Italiya) સામે પોલીસ સ્ટેશનમાં અરજી કરતા ખળભળાટ મચી ગયો છે. ગોપાલ ઇટાલીયાએ સ્વ. કેશુભાઈ પટેલનો AI વીડિયો બનાવ્યો હતો. પાર્ટી દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અરજી કરવામાં આવી છે. ઇટાલીયાએ પાટીદાર સમાજનું અપમાન કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે.


ગુજરાતની બે વિધાનસભા બેઠકો, કડી અને વિસાવદર માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ બંને બેઠકો માટે મતદાન 19 જૂન, 2025 ના રોજ થશે અને મતગણતરી 23 જૂને થશે. ત્યારે જુનાગઢમાં વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં AAP પાર્ટીના ઉમેદવાર સામે અરજી કરવામાં આવી છે. AAPના ગોપાલ ઈટાલીયા સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં અરજી કરાતા ખળભળાટ મચી ગયો છે. ગોપાલ ઇટાલીયાએ સ્વ. કેશુભાઈ પટેલનો AI વીડિયો બનાવ્યો છે. કેશુભાઈ પટેલ ઈટાલીયાને આશીર્વાદ આપતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. પાર્ટી દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે.
પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારે પોલીસમાં અરજી કરી છે. ઈટાલીયાએ પાટીદાર સમાજનું અપમાન કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. બદનક્ષીનો ગુનો નોંધવા ઉમેદવાર લાલજી કોટડીયાએ અરજી કરી છે. સ્વર્ગવાસી નેતાના આર્શિવાદ લેવા એ એક ઉમેદવાર તરીકે શું શોભનીય ગણાય? ચૂંટણી જીતવા મૃતકનો સહારો લઈ પ્રજા સુધી પહોંચવા શું હવે આ રીતે પ્રચાર કરવામાં આવશે?
સ્વ. કેશુભાઈ પટેલ 1995માં ગુજરાતના મુખ્યમંત્રી અને ફરી 1998 થી 2001 સુધી. તેઓ છ વખત ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા. તેઓ 1940 ના દાયકાથી RSS ના સભ્ય, 1960 ના દાયકામાં ભારતીય જનસંઘના સભ્ય, 1970 ના દાયકામાં જનતા પાર્ટીના સભ્ય અને 1980 થી ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ રહ્યાં હતા. તેમણે 2012માં ભાજપ છોડી દીધું અને ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી. 2012ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિસાવદરથી ચૂંટાયા હતા, પરંતુ 2014માં ખરાબ સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપી દીધું હતું.
આ પણ વાંચોઃવાવ વિધાનસભા પેટા ચૂંટણી,૨૦૨૪ : મત ગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ
આ પણ વાંચોઃવિધાનસભા પેટા ચૂંટણીને લઇ મોટા સમાચાર, BJPએ આ ઉમેદવારોને આપી ટીકીટ
