Gujarat News: કડી (Kadi) અને વિસાવદર (Visavadar) પેટાચૂંટણી (Bye-Election)માં ખરાખરીનો જંગ રમાવાનો શરૂ થઈ ગયો છે. પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને પ્રજાશક્તિ પાર્ટી મેદાનમાં ઊતરી છે. કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપ આજે પોતાના ઉમેદવારો (Candidates) જાહેર કરશે. કોંગ્રેસ-ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી, જ્યારે 2 જૂને ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે.
કડી અને વિસાવદરની બે બેઠકોની પેટા ચૂંટણી (Bye-Election)ની જાહેરાત થઈ ગયા બાદ ભાજપે બેઠક મેળવવા યુદ્ધનાં ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પેટાચૂંટણી અંગે કમલમ ખાતે ભાજપની સર્વપક્ષીય દળોની બેઠક હતી. જોકે, શનિવાર સાંજ સુધીમાં કોંગ્રેસ (Congress)-ભાજપે (BJP) હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે અને હર્ષદ રિબડિયાને ભાજપની ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા ઓછી છે. કડીમાં, ભાજપ નેતા કરશન સોલંકીના પુત્ર અને કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકીએ દાવો રજૂ કર્યો છે. ગઈકાલે આમ આદમી પાર્ટી (AAP) તરફથી વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાએ ઉમેદવારી પત્ર ભર્યુ છે.
આમ, 29 તારીખ સુધી કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં કોઈ ઉમેદવારી પત્ર ભરાયું નથી અને અત્યાર સુધીમાં 2 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે. ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અનુસાર, ઉમેદવારોએ લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીના સંદર્ભમાં તેમના ઉમેદવારી પત્રો સાથે એક સોગંદનામું (ફોર્મ-26) ફાઇલ કરવાનું રહેશે. તેથી, ઉમેદવારો દ્વારા રજૂ કરાયેલ સોગંદનામું (ફોર્મ-26) રજૂ કર્યાના 24 કલાકની અંદર ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
કડી વિધાનસભા બેઠક પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. બીજી બાજુ ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીના રાજીનામા બાદ વિસાવદર બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પાટીદાર મતદારોનો ગઢ માનવામાં આવે છે. જનતા આ બેઠક પરથી પાટીદાર નેતાઓને ચૂંટીને વિધાનસભામાં મોકલે છે. જોકે છેલ્લા 13 વર્ષથી આ બેઠક પરથી પાટીદાર નેતાઓ ચૂંટાઈ રહ્યા છે, પરંતુ તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિપક્ષમાં બેસે છે.
છેલ્લા 13 વર્ષથી ભાજપના ધારાસભ્યોને હારનો સ્વાદ ચાખી રહ્યાં છે. આ બેઠકને રાજ્યનું એપીસેન્ટર પણ માનવામાં આવે છે. અહીંથી જ કેશુભાઈ પટેલ ચૂંટાઈને મુખ્યમંત્રી બન્યા હતા. લેઉઆ પાટીદારોની સંખ્યા બહુમતી હોવાથી પાટીદારોનો ગઢ મનાય છે.
આ પણ વાંચો:વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ખળભળાટ, ઈટાલિયા સામે અરજી
આ પણ વાંચો:મહિનાનાં અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના, દાવેદારોએ કમર કસી
આ પણ વાંચો:કડી અને વિસાવદરની બેઠકો પર જીત મેળવવા આજે કમલમમાં બેઠક
