Surat News : સુરતમાં એક મોડેલની મર્સિડીઝ કારને આગ લગાવનારા શખ્સને પોલીસે ઝડપી લીધો છે. આ બનાવની વિગત મુજબ સુરત શહેરમાં વેસુ વિસ્તારમાં એક સોસાયટીમાં પાર્ક કરેલી મોડલની મર્સિડીઝ કારને રાત્રે 8:30 વાગ્યે આવેલા 2 આરોપીઓએ મો પર રુમાલ બાધીને કાર પર જલદ પદાર્થ નાખીને આગ ચાંપી દીધી હતી. જેને કારણે કારને મોટું નુકસાન થયું હતું. આ ઘટના સંદર્ભે મોડલ આંચલસિંહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે વેસુ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં મોડલ આંચલસિંહની કાર સળગાવનાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. સુરતમાં કારને આંગ લગાડનારા આરોપીઓ તનિશ જૈન અને સચ્ચુની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ મુખ્ય આરોપી મિતેશ જૈનને પોલીસે ઝડપી લીધો હતો. મોડલ આંચલસિંહે મિતેશ જૈન સાથે વાતચીત બંધ કરી દીધી હતી. જેથી શહેરના વેસુ વિસ્તારમાં રહેતી મોડલ આંચલસિંહની મર્સિડીઝ કારને આગ લગાવી દીધી હતી.
ઘટના મામલે પોલીસે મિતેશ જૈનના મિત્રો તનિશ અને સચ્ચુ જૈનની ધરપકડ કરી હતી. આ બનાવ મામલે મોડલ આંચલસિંહે ગંભીર આક્ષેપ કર્યા હતા. મિતેશ જૈન મોડલને પોતાની સાથે સંબંધ રાખવા ધાકધમકી આપતો હતો.’મારી નહીં તો કોઈની નહીં’ આંચલને એસિડ એટેક કરીને સળગાવી દેવાની ધમકી આપી હતી. તો આરોપીઓએ આંચલસિંહ ક્યાં જઇને કોને મળે છે ? સહિતની વિગત જાણવા માટે કારમાં જીપીએસ સિસ્ટમ ચીપકાવી હતી. આટલેથી ન અટકતા આરોપીઓએ મોડલના સગા સંબંધીઓની કારને પણ નુકસાન પહોંચાડયું હતું. સમગ્ર મામલે અલથાણ પોલીસે આરોપી મિતેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો:કાયદો-વ્યવસ્થાને લઈ ઉઠતા સવાલોથી અમદાવાદ પોલીસ કમિશ્નરની લાલ આંખ
આ પણ વાંચો:અમદાવાદ પોલીસે વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓને ચખાડ્યો મેથીપાક
આ પણ વાંચો:અમદાવાદ પોલીસે પકડેલા સાઇબર ક્રિમિનલની પૂછપરછમાં થયો મોટો ખુલાસો
