IPL 2025: IPL 2025 ના ક્વોલિફાયર 2 મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) આજે ટક્કર છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ પંજાબે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
જોકે, વરસાદને કારણે મેચ લગભગ બે કલાક મોડી શરૂ થઈ હતી પરંતુ એક પણ ઓવર કાપવામાં આવી ન હતી. પ્રથમ બેટિંગ કરતા, મુંબઈએ સૂર્યા અને તિલકની શાનદાર ઇનિંગ્સ અને નમન ધીરની વિસ્ફોટક બેટિંગના આધારે પંજાબને 204 રનનો લક્ષ્યાંક આપ્યો. કેપ્ટન શ્રેયસ ઐયરની વિસ્ફોટક બેટિંગ અને નેહલ વાઢેરા વચ્ચેની નિર્ણાયક ભાગીદારીના કારણે પંજાબ કિંગ્સે ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી. આ સાથે શ્રેયસ ઐયરે ત્રીજી ટીમને આઇપીએલની ફાઇનલમાં પહોંચાડવામાં સફળતા મેળવી હતી.
શ્રૈયસ ઐયરે 41 બોલમાં 5 ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 41 બોલમાં અણનમ 87 રન કરી વિજયી ઇનિંગ્સ રમી હતી. તેમા પણ અશ્વિને નાખેલી 19મી ઓવરમાં તો તેણે ચાર છગ્ગા મારીને મેચ જીતાડી દીધી હતી. આના પગલે મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલના ઇતિહાસમાં પહેલી જ વખત 200 પ્લસ વધુ રન કર્યા પછી તે સ્કોર બચાવી શક્યું ન હતું. બુમરાએ પાંચ વર્ષ પછી એક જ ઓવરમાં 20 રન આપ્યા હતા.
ટોસ પછી અચાનક વરસાદ પડવાને કારણે મેચ લગભગ બે કલાક મોડી શરૂ થઈ. ઇનિંગ્સની શરૂઆત રોહિત શર્મા અને બેયરસ્ટોએ કરી હતી પરંતુ મુંબઈની શરૂઆત સારી રહી ન હતી. સ્ટોઇનિસે ત્રીજી ઓવરમાં જ રોહિત શર્માની વિકેટ લીધી. આ સિઝનમાં સ્ટોઇનિસની આ પહેલી વિકેટ હતી. આ સિઝનમાં તેને પહેલી સફળતા તેની 14મી ઓવરમાં મળી. રોહિતના બેટમાંથી ફક્ત 8 રન આવ્યા.
રોહિતની વિકેટ પછી તિલક વર્મા અને બેયરસ્ટોએ મુંબઈની કમાન સંભાળી. 6 ઓવર પછી મુંબઈનો સ્કોર 65-1 હતો. પરંતુ મુંબઈને 7મી ઓવરના છેલ્લા બોલ પર બીજો ઝટકો લાગ્યો જ્યારે બેયરસ્ટો 38 રન બનાવીને 70 રનના સ્કોર પર આઉટ થઈ ગયો. પરંતુ આ પછી સૂર્યા અને તિલક વચ્ચે સારી ભાગીદારી થઈ. બંનેએ 10 ઓવરમાં મુંબઈનો સ્કોર 100 થી વધુ પહોંચાડ્યો. પરંતુ મુંબઈને 14મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો જ્યારે સૂર્યા 44 રન બનાવીને આઉટ થઈ ગયો.
આ પછી, બીજી જ ઓવરમાં, તિલક વર્મા પણ 44 રન બનાવીને આઉટ થઈ ગયા. આ પછી, હાર્દિક પંડ્યા અને નમન વચ્ચે સારી ભાગીદારી થઈ પરંતુ હાર્દિકની વિકેટ 18મી ઓવરમાં પડી ગઈ. હાર્દિકના 15 રન આવ્યા. પરંતુ આ પછી, નમન ધીરે શાનદાર ઇનિંગ રમી અને મુંબઈનો સ્કોર 200 થી વધુ લઈ ગયો. નમનએ 18 બોલમાં 37 રનની ઇનિંગ રમી. તેની ઇનિંગના આધારે મુંબઈએ પંજાબ માટે 204 રનનો લક્ષ્યાંક રાખ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ (પ્લેઈંગ ઈલેવન): રોહિત શર્મા, જોની બેરસ્ટો (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, રાજ બાવા, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, રીસ ટોપલી.
પંજાબ કિંગ્સ (પ્લેઇંગ ઇલેવન): પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, શશાંક સિંઘ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કાયલ જેમિસન, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
આ પણ વાંચો: /IPL 2025: બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી છે અને ડીસી તેના ખેલાડી સાથે કરાર કરી રહ્યું છે, શરમ આવવી જોઈએ
આ પણ વાંચો: IPL 2025: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સીઝનની સૌથી ઝડપી ફિફ્ટી, 35 બોલમાં સદી ફટકારી
આ પણ વાંચો: IPL 2025 ની વચ્ચે મોટો આંચકો, આ ક્રિકેટરની એરપોર્ટ પર 9 કિલોગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ
