Junagadh News: વિસાવદર (Visavdar) વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી (Bye-Election) માટે કોંગ્રેસે નીતિન રાણપરિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કડીમાં રમેશ ચાવડાને ટિકિટ આપી છે. ભેંસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરીયાને ઉમેદવાર બનાવ્યા છે.
ગઈકાલે કોંગ્રેસે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. કોંગ્રેસ (Congress) ભાવેશ ત્રાપોસિયા, નીતિન રાણપરિયા, કરસન વડોદરિયામાંથી કોઈ એકને ટિકિટ આપવાની સંભાવના હતી. જ્યારે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રમેશ ચાવડાએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનોડિયાને હરાવ્યા હતા. જોકે, 2017ની ચૂંટણીમાં તેઓ કરસન સોલંકી સામે હારી ગયા હતા.
ભાજપે (BJP) કડી અને વિસાવદરની પેટાચૂંટણી (Bye-Election)માં ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. કડીમાં ભાજપે કોંગ્રેસના રમેશ ચાવડાની સામે રાજેન્દ્ર ચાવડાને ઉતાર્યા છે તો વિસાવદરમાં કિરીટ પટેલને ઉતાર્યા છે. બંને બેઠકો પર 19મી જુનના રોજ પેટાચૂંટણી (Bye-Election) યોજાવવાની છે. તેનું પરિણામ 23મી જુનના રોજ આવશે. આમ આદમી પાર્ટી (AAP) તરફથી વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાએ ઉમેદવારી પત્ર ભર્યુ છે.
કડી વિધાનસભા બેઠક પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. બીજી બાજુ ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીના રાજીનામા બાદ વિસાવદર બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પાટીદાર મતદારોનો ગઢ માનવામાં આવે છે. જનતા આ બેઠક પરથી પાટીદાર નેતાઓને ચૂંટીને વિધાનસભામાં મોકલે છે. જોકે છેલ્લા 13 વર્ષથી આ બેઠક પરથી પાટીદાર નેતાઓ ચૂંટાઈ રહ્યા છે, પરંતુ તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિપક્ષમાં બેસે છે.
આ પણ વાંચો:ચૂંટણી જંગ: કોંગ્રેસ અને ભાજપ આજે ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા
આ પણ વાંચો:કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ
આ પણ વાંચો:વિસાવદર પેટાચૂંટણીમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી, પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ ઝંપલાવશે
