Morbi News : મોરબીમાં રેપ કેસના આરોપીને સજા ફટકારવામાં આવી છે. પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સંભળાવી છે. અને સાથે જ ભોગ બનનારને 4.25 લાખનું વળતર ચુકવવા પણ હુકમ કરાયો છે. આરોપી અરવિંદ આત્રેશા પર સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાનો આરોપ છે. આ ગુનામાં આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે. વર્ષ 2014માં નોંધાયેલા કેસમાં પોક્સો કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે.
મોરબીમાં વર્ષ 2014માં દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેનો આજે ચુકાદો આવ્યો છે. રેપ કેસમાં પોક્સો કોર્ટે આરોપી અરવિંદ આત્રેશાને 20 વર્ષની સજા ફટકારી છે. અને સાથે જ પીડિતાને 4.25 લાખનું વળતર ચુકવવા પણ આદેશ કર્યો છે. આરોપી અરવિંદ આત્રેશા પર સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. આ ઉપરાંત અરવિંદ પર સગીરાને ભગાડી જવાનો આરોપ પણ લાગ્યો છે.
રાજ્યામાં વધી રહેલા ગુનાઓનું પ્રમાણ ચિંતાનો વિષય બની રહ્યો છે. એક તરફ ‘સબ સલામત’ના દાવા કરવામાં આવી રહ્યા છે.
ત્યારે બીજી તરફ ગુનાઓની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે. યુવતીઓએ પ્રેમજાળમાં ફસાવવાથી બચવું જોઇએ. અને પોતાને સુરક્ષિત રાખવી જોઇએ. આ ગુનાઓના પ્રમાણમાં પોતાની સુઝબુઝ રાખવી ખૂબ જરુરી છે. ત્યારે જ આવા નરાધમોનો જેલના સળિયા પાછળ મોકલીને ગુનાઓને ડામી શકાય છે.
આ પણ વાંચો:ભગવાન જગન્નાથની રથયાત્રાએ વિદેશમાં મચાવી ધૂમ, બરફ વચ્ચે ભક્તો ભક્તિમાં તરબોળ
આ પણ વાંચો:સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોવા મળશે ગુજરાતનો સૌથી મોટો રથ, જાણો ખાસિયત
આ પણ વાંચો:ભાવનગરમાં ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી
