Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં યુવકે ધોરણ 10માં બીજી વખત નાપાસ થતાં જીવન ટૂંકાવતા વિદ્યાર્થીના પરિજનો શોકમાં છે. અંકલેશ્વર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં અંકલેશ્વર ખાતે રહેતા 15 વર્ષીય કુલદીપ પરમાર ધોરણ 10માં અભ્યાસ કરે છે. માહિતી મુજબ આ વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષામાં બે વખત નાપાસ થતાં નિરાશામાં ગરકાવ થઈ ગયો હતો. નિરાશાને પગલે જીવનમાં આગળ વધવાને બદલે જીવન સંકેલી લેવાનું વિચારી આત્મહત્યા કરી છે. તેના માતા પિતા સહિતના પરિવારના લોકો મોતથી આઘાતમાં ડૂબેલા છે. આ મામલે અંકલેશ્વર પોલીસે આત્મહત્યા કર્યાનું સચોટ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Gujarat Rain Live 8 July: રાજ્યમાં ક્યાં જીલ્લામાં કેટલો છે વરસાદ
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
