Anand News: ખંભાત (Khambhat)માં હાથિયા ખાડ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બે શ્રમિકો (Workers) દટાયા છે, જેમાં 1 શ્રમિકનું મોત થવાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કરોડોના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે.
આણંદ જીલ્લાનાં ખંભાત તાલુકામાં હાથિયા ખાડ વિસ્તારમાં પુલ (Bridge)નો સ્લેબ અચાનક ધરાશાયી થતાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં 1 શ્રમિકનું મોત નિપજતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી (Negligence)ને કારણે બે મજૂર દટાયા હોવાની જાણકારી મળી છે. પુલનો સ્લેબ અચાનક ધરાશાયી શ્રમિકો દટાયા છે. ડેમના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. સેફ્ટીના સાધનો વગર શ્રમિકો કામ કરી રહ્યા હતા. સ્લેબ નીચે દટાઈ જતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે.

કરોડોના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્લેબ તૂટતાં કામ કરી રહ્યાં શ્રમિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાં એક શ્રમિકને સ્થાનિકો દ્વારા તુરંત બચાવી લેવાયો છે. આ દુર્ઘટનામાં શ્રમિકનું મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. દુર્ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે, શ્રમિકોએ કોન્ટ્રાક્ટર સામે જીવનાં જોખમે કામ કરાવતા હોવાના આક્ષેપો કર્યા છે તેમજ કાર્યવાહી કરવાની માગ કરી છે. શ્રમિકના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.

અગાઉ અમદાવાદ શહેરમાં સરખેજમાં શાંતિપુરા સર્કલ પાસે નવી બનતી સાઈટ પર કામ કરી રહેલા એક મજુર પર 18 મા માળેથી ક્રેનનો બકેટ તુટી પડતા ગંભીર ઈજાને કારણે મોત થયું હતું. આ બનાવની વિગત મુજબ સરખેજ સાણંદ રોડ પર શાંતિપુરા સર્કલ પાસે ટ્રુ વેલ્યુ કાર શોરૂમની બાજુમાં સ્વાતી પ્રિમીયર નામની નવી બનતી સાઈટ પર રતનસિંહ વાલસિંહ ડાપર નામનો મુળ મધ્યપ્રદેશનો શ્રમિક કામ કરતો હતો.
દરમિયાન આ નવી બનતી સાઈટના 18 મા માળે ક્રેનમાં લગાવેલ કોંક્રિટની બકેટ ઉતારવાનું કામ કરતી વખતે બકેટનો તાર તુટી જતા રતનસિંહ ડાવર ઉપર પડ્યું હતું. સારવાર અર્થે તેને ગંભીર ઈજા સાથે સરફેજની શ્રેય હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે ડોક્ટરે તેને તપાસીને મૃત ઘોષિત કર્યો હતો. આ અંગે સરખેજ પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદના સરખેજ નજીક નવી બનતી સાઈટ પર ક્રેનનું બકેટ તુટી પડતા શ્રમિકનું મોત
આ પણ વાંચો:જામનગરના નાંદુરી ગામમાં ટ્રેક્ટર પલટી ખાતા શ્રમિકનું મૃત્યુ
આ પણ વાંચો:પાટણમાં રેલવેની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત
