Porbandar News : શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગ, કેન્દ્રીય મંત્રી અને પોરબંદર જિલ્લાના સાંસદ ડૉ.મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને તાજાવાલ હોલ, પોરબંદર ખાતે પોરબંદર શહેરી કક્ષાનો સેવાસેતુ, મેડીકલ કેમ્પ અને ઇ-ખાતમુહૂર્ત -લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે,સેવા સેતુ કાર્યક્રમ એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો સામાન્ય અને મધ્યમ વર્ગ માટેના વિકાસનો સંકલ્પ છે. અને સેવાસેતુ કાર્યક્રમ થકી લોકોના રેશનકાર્ડ,આધાર કાર્ડ, સહિતની સેવાઓ એકજ જગ્યાએ મળી રહે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કામ કરવાની પદ્ધતિ બદલી છે સામાન્ય માણસના કામ સરકાર દ્વારા થાય અને તેમની જરૂરિયાત મુજબની સેવાઓનો લાભ તેમને કોઈ અગવડતા વિના મળે તે દિશામાં સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.તેમણે સ્વનિધિ યોજના સફળતાની વાત કરતા જણાવ્યું હતું કે, સ્વનિધિ યોજનાને કારણે નાના માણસોને ધંધો રોજગાર કરવા માટે જ્યારે આર્થિક જરૂરિયાત ઊભી થાય ત્યારે તેમને કોઈપણ ગેરંટી વિના લોન આપવામાં આવે છે જેથી નાના માણસોને ઊંચા વ્યાજે નાણા લેવામાંથી મુક્તિ મળી છે. અને સેવાસેતુ કાર્યક્રમ સાથે મેડિકલ કેમ્પને જોડીને લોકોના હેલ્થની પણ ચેકઅપ થઈ જાય તે માટેની વ્યવસ્થાઓથી લોકોને ફાયદો થઈ રહ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સેવાસેતુ સહિતના કાર્યક્રમાંથી લોકોની સુવિધામાં વધારો કરીને લોકોની સુખાકારી વધે અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે દિશામાં વિકાસ કાર્યો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.
રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું. કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પારદર્શક વહીવટીના કારણે ખેડૂતોને તેમની પેદાશોના પોષણક્ષમ ભાવો તેમજ નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે. અને પોરબંદરનો વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું તે બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.
પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જણાવ્યું હતું કે, દેશ અને દુનિયામાં અનેક બદલાવો આવે છે આ બદલાવમાં દુનિયાના દેશો કદમ મિલાવવા અને સ્થિતિ જાળવવા માટે ચિંતા કરે છે. જ્યારે આપણો દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૨૦૪૭માં વિકસિત ભારત બને તે દિશામાં આગળ વધી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે પાંચ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં આપણા દેશે અત્યારે ૪.૧૮ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવીને દુનિયાના દેશોમાં ચોથા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વધુમાં ધારાસભ્યએ જણાવ્યું કે વિકસિત ભારત ૨૦૪૭ ના સંકલ્પ માટે ગુજરાતે પણ આગળ વધવું પડશે તેના માટે પોરબંદરનો પણ વિકાસ જરૂરી છે.તે માટે પોરબંદરમાં અનેક વિકાસ કાર્યો હાથ ધરીને પોરબંદર જિલ્લો પ્રવાસન ક્ષેત્રે પણ આગળ વધે તે માટે પોરબંદરમાં મૂળ દ્વારકા પાસે બીચ બનવા જઈ રહ્યો છે સાથે પોરબંદરની બંને બાજુએ આવેલા દ્વારકા અને સોમનાથ ખૂબ વિશાળ પ્રવાસન ધરાવે છે તેનો પણ લાભ પોરબંદરને મળે તે માટે પોરબંદરમાં ગાંધી કોરિડોર બનાવવા આવશે અને પ્રવાસનક્ષેત્રે જિલ્લાનો વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને તેમણે સૌએ સહિયારા પ્રયાસોથી હકારાત્મક અભિગમ અપનાવીને આપણા પોરબંદરને ગુજરાતનું શ્રેષ્ઠ શહેર બનાવવા અપીલ કરી હતી.
કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે પોરબંદર મહાનગર પાલિકાના રૂ.૧૧.૯૬ કરોડના ૧૬ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને વિવિધ યોજનાઓના સહાય હુકમ અને કીટ વિતરણ અને સેવાભાવી સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને આભારવિધિ નાયબ મ્યુ.કમિશનર શ્રી મનન ચતુર્વેદીએ કરી હતી. અને ત્યારબાદ નટવરસિંહ ક્લબ પોરબંદર ખાતે કેન્દ્રીયમંત્રીએ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર,તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખુટી,પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, રીજીઓનલ ડાયરેક્ટર હેમંત કુમાર પાંડે, અધિક કલેકટર જે. બી. વદર,પોરબંદર મહાનગર પાલિકાના નાયબ કમિશનર હર્ષ પટેલ,અગ્રણી સર્વ ચેતનાબેન તિવારી, ઢેલીબેન ઓડેદરા,અશોકભાઈ મોઢા, રાજશીભાઈ સહિતના અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો:સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા પછી વિધર્મી યુવકે મહિલા પર ગુજાર્યો બળાત્કાર
આ પણ વાંચો:સુરતમાં 6 વર્ષની બાળકીની પથ્થર વડે કરાઈ નિર્મમ હત્યા
આ પણ વાંચો:સુરતમાં 100 કરોડના ચકચારી બોગસ બિલિંગ કાંડમાં આરોપી કસ્ટડીમાં
