મિથાલી રાજે ICC મહિલા વનડે રેન્કિંગમાં ફરીથી ટોપ સ્થાન મેળવી લીધું છે. ભારતીય કેપ્ટન મિથાલી નું એક વાર ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રાજ સ્થાપિત થઈ ગયું છે. તેમને ઓસ્ટ્રેલિયાને મેગ લેનિંગનુ ટોપ સ્થાન છીનવી લીધું છે.જો કે લેનિંગ ઈજાના કારણે ઇંગ્લેન્ડ સામે સીરીઝમાં રમી રહી નથી. તેના કારણે તે પ્રથમ સ્થાનથી ચોથા સ્થાન પર પહોંચી ગઈ છે. જયારે ભારતની મિથાલી રાજ, ઓસ્ટ્રેલિયાની એલસી પૈરી અને ન્યુઝીલેન્ડની એમી સેટર્થવેટ તેમનાથી આગળ નીકળી ગઈ છે. જયારે ન્યુઝીલેન્ડની સૂજી બેટ્સ પાંચમાં અને ભારતની હરમનપ્રીત કૌર વનડે રેન્કિંગમાં છઠ્ઠા ક્રમ પર છે. એલિસ હિલીને ૧૪૫ રન બનાવવાનો લાભ મળ્યો અને તે ૪૪ માં ક્રમથી ઉપર આવીને ૨૮ માં ક્રમ પર પહોંચી ગઈ છે. રચેલ હેંસે ૧૨૮ રન બનાવ્યા અને તે ૨૬ સ્થાનના સુધારા સાથે ૪૨ મી ક્રમ પર પહોંચી ગઈ હતી.
Not Set/
આઈસીસી મહિલા વનડે રેન્કિંગમાં મિથાલી રાજ ટોપ સ્થાન પર
મિથાલી રાજે ICC મહિલા વનડે રેન્કિંગમાં ફરીથી ટોપ સ્થાન મેળવી લીધું છે. ભારતીય કેપ્ટન મિથાલી નું એક વાર ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રાજ સ્થાપિત થઈ ગયું છે. તેમને ઓસ્ટ્રેલિયાને મેગ લેનિંગનુ ટોપ સ્થાન છીનવી લીધું છે.જો કે લેનિંગ ઈજાના કારણે ઇંગ્લેન્ડ સામે સીરીઝમાં રમી રહી નથી. તેના કારણે તે પ્રથમ સ્થાનથી ચોથા સ્થાન પર પહોંચી ગઈ […]
