Gujarat News/ વન નેશન વન ઇલેક્શન અંતર્ગત બાયડ ખાતે બેઠક યોજી આયોજન માટે ચર્ચા કરવામાં આવી

બાયડ શહેરમાં 15 જૂને યોજાશે વોકથોન જન જાગૃતિ માટે રાષ્ટ્ર હિતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું

Gujarat Others

મંતવ્ય ન્યૂઝ ગુજરાતી ચેનલ દ્વારા આયોજી વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત યોજના વોકથોન અને સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ભરમાં તારીખ 15 જૂનના દિવસે સવારે 6 કલાકે વોકથોન અને સાયકલો થોન યોજાશે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો ,આગેવાનો તમામ નાગરિકો જોડાય અને જન જાગૃતતા કેળવાય તે માટેના પ્રયાસ માટે બાયડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડ વિસ્તારના ઇન્ચાર્જ તેમજ આગેવાનો અને જાગૃત નાગરિકો જોડાયા હતા અને આયોજનને સફળ બનાવવા તેમજ વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય તે માટે ચર્ચા કરવામાં આવી આવી હતી.