Ahmedabad News: અમદાવાદમાં મેઘાણીનગરના આઇજીપી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયા બોઇંગનું પ્લેન ક્રેશ થયું તેના પગલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. હાલમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સુરત ગયા છે અને સમાચાર મળવાના પગલે તે સુરતથી આવવા નીકળી ગયા છે.
પ્લેન ક્રેશના પગલે તુરત કેન્દ્રીય ગૃહપ્રધાન હરકતમાં આવી ગયા છે. તેમણે તાકીદે કેન્દ્રીય સંસ્થાઓ અને ગુજરાતમાં એનડીઆરએફની ટીમ સહિતના લોકોને ઘટનાસ્થળે ધસી ગઈ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન હરકતમાં આવતા આખી સરકારી મશીનરી સક્રિય થઈ ગઈ છે.
તેમણે ભુપેન્દ્ર પટેલને ખાતરી આપી છે કે આ દુર્ઘટનામાં જોઈએ તેટલી મદદ માંગો પણ મુસાફરોને બચાવો. તેની સાથે તેમણે ડીજીસીએને પણ ઘટનાસ્થળે તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ પ્લેન ક્રેશના કારણોની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હર્ષ સંઘવી ઘટનાસ્થળે જવા રવાના પહોંચી ગયા છે.
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડભોઇમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્દઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લાને આપી રૂ. ૫૫૭ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ
