Ahmedabad plane crash/ અમદાવાદમાં પ્લેન ક્રેશના પગલે બોઇંગના શેરમાં પ્રીમાર્કેટ સેશનમાં જ 8 ટકાનો કડાકો

અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ (Boeing) પ્લેન ક્રેશ થતાં અમેરિકન બજાર ખૂલ્યા પહેલાં જ બોઇંગ કંપનીના શેરમાં આઠ ટકાનો કડાકો જોવા મળ્યું છે.

Business Top Stories Breaking News

Ahmedabad News: અમદાવાદમાં એર ઇન્ડિયાનું (Ahmedabad Planee Crash) બોઇંગ (Boeing) પ્લેન ક્રેશ થતાં અમેરિકન બજાર ખૂલ્યા પહેલાં જ બોઇંગ કંપનીના શેરમાં આઠ ટકાનો કડાકો જોવા મળ્યું છે. અમદાવાદમાં ટેક ઓફ (Take off)ની ગણતરીની મિનિટોમાં તૂટી પડેલું પ્લેન બોઇંગનું ડ્રીમલાઇનર હતુ, આના પગલે બોઇંગના શેરમાં કડાકો બોલ્યો છે.એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 અમદાવાદથી લંડન જઈ રહી હતી.

આ અગાઉ પણ બોઇંગના આ પ્લેનને અકસ્માત થયો ત્યારે તેના શેરમાં આવો કડાકો બોલ્યો છે. બજાર પહેલાના ડેટા અનુસાર, બોઇંગ કંપનીના શેર 6.54 ટકા ઘટીને $200.00 પ્રતિ શેર પર પહોંચી ગયા હતા. બુધવારે શેર $214 પર સ્થિર થયો હતો, જે તેના 52-સપ્તાહના ઉચ્ચતમ સ્તર $218.8 થી થોડો નીચે હતો. કંપનીનું કુલ બજાર મૂડીકરણ $161.36 બિલિયનની નજીક હતું.

બોઇંગ કંપનીના જણાવ્યા અનુસાર, આ તેમના ડ્રીમલાઇનર B-787 માટે પ્રથમ ક્રેશ છે. કંપનીએ આજ સુધી કોઈ નુકસાનનો દાવો કર્યો નથી. “અમે પ્રારંભિક અહેવાલોથી વાકેફ છીએ અને વધુ માહિતી એકત્રિત કરવા માટે કામ કરી રહ્યા છીએ,” બોઇંગ ઇન્ડિયાએ જણાવ્યું હતું.

સોમવારે પ્રકાશિત થયેલા એક સંશોધન અહેવાલમાં રોયલ બેંક ઓફ કેનેડા દ્વારા બોઇંગનો ભાવ લક્ષ્ય $200 થી વધારીને $230 કરવામાં આવ્યો હતો, જે બેન્ઝિંગાના અહેવાલ સૂચવે છે. બ્રોકિંગ ફર્મ હાલમાં એરક્રાફ્ટ ઉત્પાદકના સ્ટોક પર ‘આઉટપરફોર્મ’ રેટિંગ ધરાવે છે. એપ્રિલમાં, બર્નસ્ટીને બોઇંગના શેરને a થી ‘આઉટપરફોર્મ’ રેટિંગમાં અપગ્રેડ કર્યા હતા અને તેમની લક્ષ્ય કિંમત $218 કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા

આ પણ વાંચો:એર ઇન્ડિયાનું વિમાન જમીન પર પડતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ ગયું, અમદાવાદ અકસ્માતના ભયાનક દ્રશ્યો જુઓ