Breaking News: મહારાષ્ટ્રના પુણેથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. માવલ તાલુકાના કુંડમાલા નજીક ઈન્દ્રાયણી નદી પર બનેલો જૂનો પુલ તૂટી પડવાથી 50 થી વધુ લોકો નદીમાં તણાઈ ગયા છે. ઘટના બાદ હંગામો મચી ગયો હતો. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બચાવ ટીમને હજુ સુધી કોઈ નાગરિક મળ્યો નથી. NDRF ટીમોએ પ્રવાસીઓની શોધમાં શોધખોળ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે આ પુલ પર 50 થી વધુ પ્રવાસીઓ ઉભા હતા.
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની હતી, જ્યાં ઇન્દ્રાયણી નદી પર બનેલા પુલનો અડધો ભાગ તૂટી પડ્યો હતો. જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર ઘણા લોકો હાજર હતા. આ દુર્ઘટનામાં 20-25 પ્રવાસીઓ તણાઈ ગયા હોવાના અને 5-6 લોકોના મોત થયાના અહેવાલ છે. આ અંગેના વીડિયો પણ સામે આવ્યા છે.
પુણેના પિંપરી-ચિંચવડ પોલીસ સ્ટેશન હેઠળના કુંડમાલા ગામ નજીક ઈન્દ્રાયણી નદી પર એક પુલ તૂટી પડ્યો. પુલ તૂટી પડવાથી કેટલાક પ્રવાસીઓ ડૂબી ગયા. આ ઘટના બપોરે 3:30 વાગ્યાની આસપાસ બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
#WATCH | Pune, Maharashtra | A bridge collapsed on the Indrayani River, near Kundamala village, under the Pimpri-Chinchwad Police station. 10 to 15 people feared trapped. 5 to 6 people have been rescued. More details awaited: Pimpri Chinchwad Police https://t.co/CiYAnNDiyS pic.twitter.com/g0jm7QE9Xv
— ANI (@ANI) June 15, 2025
કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ જર્જરિત હાલતમાં હતો. કેટલાક લોકો પુલ પર બાઇક પર આવ્યા હતા. વજન વધારે હોવાને કારણે પુલનો એક ભાગ તૂટી પડ્યો. ઘટનાસ્થળે 10 થી 12 એમ્બ્યુલન્સ હાજર છે. બચાવ ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
🚨Breaking News 🚨
Bridge collapsed in Pune ‘s Indrayani River. Over 30 people drowned. #Kundamalapic.twitter.com/pXLWQH07kX
— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) June 15, 2025
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, 2 બસ અને બોલેરો એકબીજા સાથે અથડાઈ; 5ના મોત, 20થી વધુ ઘાયલ
આ પણ વાંચો:ઈદ પહેલા મહારાષ્ટ્રમાં મસ્જિદમાં મોટો વિસ્ફોટ, બે લોકોની ધરપકડ; વિસ્ફોટ કેવી રીતે થયો?
