Not Set/ અમદાવાદ : સોની વેપારીની આંખમાં મરચું નાખી લાખોના દાગીનાની લૂંટ

શહેરના નારોલ વિસ્તારમાં મોડી રાતે 11.70 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઇને ઘરે જઇ રહેલા સોનીની આંખમાં મરચું નાખીને ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી છે. સોની એ‌િકટવા લઇને જતા હતા ત્યારે તેમની રાહ જોઇને ઊભેલા ત્રણ શખ્સોએ તેમના આંખમાં મરચાંની ભૂકી નાખીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. નારોલ વિસ્તારમાં આવેલ રીષીત રે‌િસડન્સીમાં રહેતા અને નારોલ ગામમાં અર્બુદા […]

Top Stories Ahmedabad Gujarat

શહેરના નારોલ વિસ્તારમાં મોડી રાતે 11.70 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઇને ઘરે જઇ રહેલા સોનીની આંખમાં મરચું નાખીને ત્રણ શખ્સોએ લૂંટ ચલાવી છે.

સોની એ‌િકટવા લઇને જતા હતા ત્યારે તેમની રાહ જોઇને ઊભેલા ત્રણ શખ્સોએ તેમના આંખમાં મરચાંની ભૂકી નાખીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.

નારોલ વિસ્તારમાં આવેલ રીષીત રે‌િસડન્સીમાં રહેતા અને નારોલ ગામમાં અર્બુદા જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાન ધરાવતા વિક્રમભાઇ સોનીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધમાં લૂંટની ફરિયાદ કરી છે.

ગઇ કાલે રાતે 6.20 લાખ રૂપિયાનું 310 ગ્રામ સોનાના દાગીના અને 5.50 લાખ રૂપિયાનું 22 કિલો ચાંદી એક થેલામાં મૂકીને વિક્રમભાઇ અને દીપક ઘર તરફ જતા હતા ત્યારે તેમને લૂંટી લેવામાં આવ્યા હતા.

જે રીતે લૂંટારુઓએ ઘટનાને અંજામ આપ્યો છે તે રીતે એ વાત સ્પષ્ટ થાય છે કે વિક્રમભાઇ દાગીના ભરેલી બેગ લઇને રોજ તેમના ઘરે જાય છે તેની જાણ લૂંટારુઓને ખબર છે. લૂંટારુઓ વિક્રમભાઇની રાહ જોઇને પહેલાંથી નંદનવન ફ્લેટ પાસે ઊભા હતા.