Ahmedabad News : ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA મેચ થતા હવે તેમનો પાર્થિવ દેહ તેમના પરિવારને સોંપવામાં આવશે. બાદમાં આજે રાજકોટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું છે.
વિજય રૂપાણીના પાર્થિવ દેહને આજે સવારે 11.30 વાગ્યે પરિવારને સોંપવામાં આવશે. 12.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ હિરાસર એરપોર્ટ પહોંચશે. 2.30 વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડી પહોંચશે અને સાંજે 4થી 5 વાગ્યા સુધી નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. સાંજે 5થી 6 વાગ્યા વચ્ચે અંતિમ યાત્રા શરૂ થશે. તેમને રાજકીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઑનર અપાશે.
Live: રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં મૃતદેહને લઈ પરિવાર હિરાસર એરપોર્ટ પહોંચ્યો છે. સ્વ. વિજય રૂપાણીનો પરિવાર મૃતદેહ લઈ થોડીવારમાં રાજકોટ પહોંચશે. રૂપાણીનાં પત્ની અંજલિ, પુત્ર ઋષભ રૂપાણીએ અશ્રુભીની આંખોએ શ્રદ્ધાંજલિ આપી છે.
#WATCH | Ahmedabad | Former CM Vijay Rupani’s wife, Anjali Rupani, bids an emotional farewell to her husband pic.twitter.com/5FkneNWKG4
— ANI (@ANI) June 16, 2025
ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી છે.
#WATCH | Gujarat CM Bhupendra Patel lays a wreath as he pays last respects to former CM Vijay Rupani, who died in Air India plane crash pic.twitter.com/yJLvMrZxJ9
— ANI (@ANI) June 16, 2025
વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. ગાર્ડ ઓફ ઑનર સાથે તેમનું સન્માન કરવામાં આવ્યું છે. દિગ્ગજ નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે.
#WATCH | Mortal remains of former Gujarat CM Vijay Rupani, who died in Air India plane crash, at Ahmedabad Civil Hospital pic.twitter.com/nrVL02V7SA
— ANI (@ANI) June 16, 2025
CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ હોસ્પિટલ પહોંચી સ્વજનોને સાંત્વના પાઠવી રહ્યાં છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યાં છે.
<
#WATCH | Ahmedabad | Gujarat CM Bhupendra Patel arrives at the Civil Hospital. State Home Minister Harsh Sanghavi also present.” pic.twitter.com/2Xr1XCowYu
— ANI (@ANI) June 16, 2025
સ્વ. વિજય રૂપાણીનો પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચી આજે તેમનો પાર્થિવ દેહ રાજકોટ ખાતે લઈ જશે.
#WATCH | Ahmedabad | Former CM, late Vijay Rupani’s wife, Anjali Rupani, along with her son, Rushabh Rupani, arrive at the Ahmedabad Civil Hospital pic.twitter.com/7pLAoAtCc7
— ANI (@ANI) June 16, 2025
બીજી તરફ રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. તેમજ પોલીસે અંતિમયાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેનામું બહાર પાડ્યું છે. રૂપાણીના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને અંતિમદર્શન માટે રખાશે. વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
19 જૂને ગાંધીનગર ખાતે હેલિપેડ ડોમ ખાતે પ્રાર્થના સભા યોજાશે. 20 જૂને સાંજે 4થી 6 વાગ્યા સુધી કમલમ ખાતે પ્રાર્થના સભા યોજાશે. એરપોર્ટ માર્ગે પરિવાર રાજકોટ પહોંચશે. બપોરે 2:30 સુધી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચશે. 4:30 સુધીમાં તેમના ઘર સુધી પહોંચશે. આ સમય દરમિયાન લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે. 4:30થી 5:00 વાગ્યા દરમિયાન અંતિમ દર્શન કરી શકાશે અને 6 વાગ્યે અંતિમ સંસ્કાર કરાશે.
રૂપાણીની અંતિમયાત્રાનો રૂટ ગ્રીન લેન્ડ ચોકથી કુવાડવા રોડ ડી-માર્ટ ચોક, રણછોડદાસ આશ્રમ, ડિલક્ષ ચોક, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ બેડીનાકા જતા, હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપર, અરવિંદભાઇ મણિયાર હોલ, ચૌધરી હાઇસ્કુલ ચોક, ધરમ સિનેમા (આર.વર્લ્ડ), બહુમાળી ભવન ચોક, જીલ્લા પંચાયત ચોક, કિશનપરા ચોક, આમ્રપાલી અંડરબ્રિજ રેસકોર્ષ, રૈયારોડ, આઝાદ ચોક, નરેન્દ્રપારેખ માર્ગ, હનુમાનમઢી ચોક, નિર્મળા રોડ, નાગનાથ મહાદેવ મંદિરથી પ્રકાશ સોસાયટી લાવવામાં આવશે.
આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહીં. આવતીકાલે સવારે 11.30 વાગ્યે પાર્થિવ દેહ સોંપાશે.જીવનના છેલ્લા શ્વાસ સુધી પક્ષની કામગીરી સાથે જોડાયેલા હતા’
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદથી એમ્બ્યુલન્સ દ્વારા ગ્રીન લેન્ડ ચોક લાવી ત્યાંથી ખાસ તૈયાર કરવામાં આવેલ શબવાહિનીમાં રાખી તેમના નિવાસ સ્થાન પ્રકાશ સોસાયટી ખાતે લાવવામાં આવશે. આ દરમિયાન શબવાહિની પસાર થવાના એક કલાક પહેલા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને “નો-પાર્કિંગ” જાહેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો:પૂર્વ CM વિજય રૂપાણીની કુળદેવી સમક્ષ કરેલી બે ઈચ્છાઓ રહી ગઈ અધૂરી!
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી
આ પણ વાંચો:એર ઈન્ડિયા પાસે બોઈંગનાં 26 વિમાન, ભારતમાં બોઈંગ 787-8 ડ્રીમલાઇનરની શું છે સ્થિતિ?
