Ahmedabad News : અમદાવાદ પ્લેન ક્રેશ મામલામાં મૃતદેહોને તેમના પરિવારોને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આણંદના રામનગર ખાતે પ્રથમ મૃતદેહ લાવવામાં આવ્યો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 33 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આણંદના રામનગર ખાતે મૃતદેહ લાવવામાં આવતા ગામના નાગરિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તે સિવાય સાંસદ મિતેશ પટેલ,કલેકટર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 250થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. બાદમાં મૃતકોના DNA તેમના પરિવારજનો સાથે મેચ કરીને સોંપવાની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો:પ્લેન ક્રેશ: 42 મૃતકોનાં DNA મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું અપડેટ
આ પણ વાંચો:એર ઇન્ડિયા હવે ફ્લાઇટ નંબર ‘૧૭૧’નો ઉપયોગ નહીં કરે, અકસ્માત બાદ એરલાઇન્સનો નિર્ણય
આ પણ વાંચો:અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ અંગે Air Indiaએ લીધો મોટો નિર્ણય
