Late Vijay Rupani/ અમે સવારે નાસ્તો કરતાં હતા ત્યારે પ્લેન ક્રેશના સમાચાર મળ્યાઃ ધનસુખ ભંડેરી

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બની તે સમયે અમને લંડનમાં જ હતા અને વિજયભાઈની દીકરી રાધિકાના ઘરે નાસ્તો કરતા હતા. હું અને નીતિન ભારદ્વાજ લંડનમાં વિજયભાઈ રૂપાણીની દીકરી રાધિકાના ઘરે સવારે નવ વાગે નાસ્તો કરતા હતા. અમને આ સમયે એક મિત્રએ પ્લેન ક્રેશના સમાચાર આપ્યા.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બની તે સમયે અમને લંડનમાં જ હતા અને વિજયભાઈની દીકરી રાધિકાના ઘરે નાસ્તો કરતા હતા. હું અને નીતિન ભારદ્વાજ લંડનમાં વિજયભાઈ રૂપાણીની દીકરી રાધિકાના ઘરે સવારે નવ વાગે નાસ્તો કરતા હતા. અમને આ સમયે એક મિત્રએ પ્લેન ક્રેશના સમાચાર આપ્યા. આ સાંભળીને અમે થોડી ક્ષણો માટે હતપ્રભ જ થઈ ગયા. અમને થોડા સમય પછી કળ વળી. તે સમયે અંજલિબેન પણ અમારી સાથે હતા. તેમણે પણ આ સમાચાર સાંભળ્યા. તેના પછી અમે ભારત આવવાની તૈયારીમાં લાગી ગયા હતા, આ શબ્દો છે રાજકોટના ભૂતપૂર્વ મેયર ધનસુખભાઈ ભંડેરીના.

ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે તે સમયે પણ અંજલિબેનને પણ કોલ આવતા હતા. તેમણે અમને પણ પૂછ્યું હતું કે તેમને શું થયું છે, અમે જણાવ્યું હતું કે તેમને ઇજા થઈ છે અને તે હોસ્પિટલમાં છે. લંડનથી ફ્લાઇટ પકડીને દુબઈ અને ત્યાંથી ભારત આવ્યા.

અમદાવાદ ઉતરવાની સાથે જ સ્થિતિ જોતા અંજલિબેનને ખ્યાલ આવી ગયો હતો, પરંતુ તેઓ કંઇ બોલતા ન હતા. અમદાવાદમાં તેમને જેમ-જેમ સ્થિતિનો ખ્યાલ આવતો ગયો તેમ-તેમ તે ભાંગી પડ્યા હતા.  ધનસુખભાઈએ જણાવ્યું હતું કે વાસ્તવમાં તો અમે બધા પાંચ તારીખે જ લંડન જવા જવાના હતા, જો તે પાંચ તારીખે લંડન આવી ગયા હોત તો જીવતા હોત. તેના પછી તેમની 12 તારીખ નક્કી થઈ. નવમી જૂનના રોજ અમે રાત્રે ત્રણ કલાક જોડે હતા.

તે સમયે જ રૂપાણીજીએ જણાવ્યું હતું કે તમે દસમીએ જાવ, હું 12મીએ આવું છું. અમે તે દિવસે સવારે નાસ્તામાં પણ હતા. 11મી જુનના રોજ અમે લંડન પહોંચ્યા પછી અમારી સાથે વાત પણ થઈ. 12મીએ તેમણે અંજલિબેનને ફ્લાઇટમાં બેસી ગયાનો કોલ કર્યો હતો, તેમની પુત્રી રાધિકાને ત્યાં ધાર્મિક પ્રસંગ હોવાનો હોવાથી ત્યાં હાજરી આપવાના હતા. તેના પછી અમે બધાએ બહાર ફરવા જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. તેમણે જીવનમાં અનેક લોકોની મદદ કરી હતી અને આજે તેમની વિદાયના પગલે કેટલાય લોકોના આંસુ આંખમાંથી સૂકાતા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિજય રૂપાણી સૌરાષ્ટ્રના રાજકારણની મહામૂડી

આ પણ વાંચો: વિજય રૂપાણીનો મૃતદેહને લઈ પરિવાર રાજકોટ એરપોર્ટ પહોંચ્યો

આ પણ વાંચો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર એક દિવસનો રાજકીય શોક, સોમવારે તમામ બિલ્ડિંગ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે