Kandla News/ કસ્ટમ ક્લીયરન્સ માટે લાંચ લેતા કંડલાના કસ્ટમના હેડ હવાલદારની ધરપકડ

ACB એ 9850 રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો

Gujarat

Kandla News : કસ્ટમ ક્લીયરન્સ બાદ ટ્રકો ગેટની બહાર કાઢવા માટે રૂ.9850 ની લાંચ લેતા કંડલા કસ્ટમ વિભાગના હેડ હવાલદારની ACBએ ધરપકડ કરી છે.આ કેસની વિગત મુજબ ફરીયાદીની કંપની દ્વારા કંડલા પોર્ટમાં આવતો જતો માલ સામાનને કસ્ટમ ક્લીરીયન્સ કરાવી પોર્ટ ઉપરથી માલ ટ્રકો મારફતે પોર્ટની અંદર બહાર મોકલની કામગીરી થતી હતી.

જેમાં ફરિયાદી ઓપરેશન ઇન્ચાર્જ તરીકે આ કામગીરી સંભાળતા હતા. કંડલા પોર્ટના ગેટ ઉપરના કસ્ટમના કર્મચારી જિગ્નેશ કેશવજી બળીયા, હેડ હવાલદાર કસ્ટમ વર્ગ-૩એ ફરીયાદીની કંપનીના એક ટ્રક ગેટ પરથી બહાર કાઢવાના રૂપીયા ૫૦/- લેખે છેલ્લા બે મહિનામાં કુલ-197 ટ્રકોની ટ્રીપ પેટે રૂ.9850ની લાંચની માંગણી કરી હતી.

જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ તેઓએ એ.સી.બી. ગાંધીધામનો સંપર્ક કર્યો હતો. જેમાં સાગર સેના હનુમાન મંદિર કંડલાની સામે રોડ ઉપર, કંડલા પોર્ટ, કંડલા ,ગાંધીધામ-કચ્છ- (પૂર્વ) ખાતે લાંચનું છટકું ગોઠવીને રૂ. 9850 ની લાંચ લેતા જીગ્નેશ બળીયાને ઝડપી લેવામાંઆવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ: ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે લખ્યો MLAને પત્ર

આ પણ વાંચો: Gujarat Universityનાં કુલપતિના ઘરે NSUIનો હોબાળો, પ્રોફેસરોને વધુ રૂપિયા આપવાનો આક્ષેપ

આ પણ વાંચો: ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ