Ahmedabad News : હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેમાં 19થી 25 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે નવસારી, વલસાડ, ડાંગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ અપાયું છે. ઉપરાંત દાહોદ, મહીસાગર, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
સુરત અને તાપી જીલ્લામાં પણ ઓરેજ એલર્ટ અરપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય અરવલ્લી, પંચમહાલ, આણંદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. ગીર સોમનાથ અને દીવમાં પણ યલો એલર્ટ અપાયું છે.
આ દરમિયાન 30થી 40 કિમી ઝડપે પવન ફૂંકાશે. જેને પગલે 3 દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.દરમિયાન આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય, પશ્ચિમ અને પૂર્વમાં ભારે વંટોળ સાથે વરસાદ
આ પણ વાંચો:ઉત્તર ગુજરાતને ધમરોળતું વાવાઝોડું અને વરસાદ
આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી
