Gram Panchayat Election/ LIVE: ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટાચૂંટણી માટે મતદાન

આ સમય દરમિયાન રાજ્યના લગભગ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો 25 જૂને જાહેર થશે.

Gujarat Top Stories Breaking News

Gram Panchayat Election: ગુજરાત રાજ્યમાં રાજ્ય ચૂંટણી પંચ (State Election Commission) દ્વારા આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન (Voting) યોજાશે. આ સમય દરમિયાન રાજ્યના લગભગ 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો 25 જૂને જાહેર થશે.

4567 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતોમાં બિનહરીફ ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારીપત્રોના અભાવે બેઠકો ખાલી રહી છે. તેથી, સામાન્ય, વિભાગીય અને મધ્યસત્ર હેઠળ 3541 પંચાયતોમાં અને પેટાચૂંટણી માટે 353 પંચાયતોમાં મતદાન યોજાશે. કુલ 3656 સરપંચો અને 16224 સભ્યો માટે ચૂંટણી યોજાશે. રાજ્યભરમાં 10479 મતદાન મથકો પર મતદાન યોજાશે, જેમાંથી 3939ને સંવેદનશીલ અને 336ને અતિસંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 28 મે, 2025 ના રોજ આ ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીઓમાં EVMનો ઉપયોગ કરવામાં આવશે નહીં, પરંતુ પરંપરાગત મતપેટીઓ દ્વારા મતદાન કરવામાં આવશે. આ માટે, રાજ્યભરમાં 10479 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે અને લગભગ 1.3 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન મથકોની સુરક્ષા કારણોસર સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના પોલીસ દળો અને પેટ્રોલિંગ ટીમો તૈનાત કરવામાં આવશે.

Live:

વલસાડ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. 64 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. 69 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મતદાન છે, 80 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, સરપંચ અને સભ્ય પદ માટે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊભા છે. મતદાન માટે 800 કર્મચારીઓ તૈનાત કરાયા છે, મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મતદારો મતદાન કરવા પહોંચ્યા છે. સરપંચો અને સભ્યોની ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે. સરકારી કર્મીઓ તેમજ પોલીસ કર્મીઓ તૈનાત જોવા મળ્યા છે. જિલ્લામાં 295 બૂથ ઉપર ચૂંટણી યોજાઇ રહી છે. 43 મદદનીશ અધિકારીઓને સોંપાઇ વિશેષ જવાબદારી. 20 સરપંચ અને 244 સભ્યો બિનહરીફ જાહેર થયા છે.

અરવલ્લીમાં સરપંચ ઉમેદવાર પર હુમલો કરાયો છે. મોડાસાના વણીયાદ ગ્રામ પંચાયતના ઉમેદવાર પર વહેલી સવારે મતદાન શરૂ થતા પહેલા 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો હતો. ઉમેદવારની કાર પર કરવામાં પથ્થરમારો આવ્યો હતો. હુમલામાં ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. સમગ્ર ઘટના અંગે ટીંટોઇ પોલીસને જાણ કરાઇ છે. વણીયાદ ગ્રામ પંચાયતમાં 3 સરપંચ ઉમેદવારો હરીફ છે.

બનાસકાંઠામાં વરસાદની આગાહી વચ્ચે પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. થરાદ તાલુકામાં 38 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે. 38 પૈકી 3 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. સરપંચ અને સભ્યોના ઉમેદવાર માટે મતદાન કરવા પહોંચ્યા છે. 234 પોલીસ સહિત સુરક્ષા જવાનો વચ્ચે મતદાન થઈ રહ્યું છે. વહેલી સવારથી મતદાન મથકોમાં લાંબી લાઇનો લાગી છે. સરપંચની ચૂંટણીને લઇ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં 63 ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ થઈ ગયું છે, ઘણી ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઇ ચુકી છે. મતદાન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. ઘણી ગ્રામ પંચાયત બિનહરીફ થઇ ચુકી છે.

દાહોદનાં દેવગઢ બારીયામાં ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7 વાગ્યાથી લોકો વહેલી સવારથી મતદાન કરવા માટે પહોંચ્યા છે. 38 પંચાયત તેમજ 1 સરપંચ અને 1 વોર્ડની પેટા ચૂંટણી છે. 95 મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. દેવગઢ બારીયાના માજી ધારાસભ્ય મતદાન કરવા પહોંચ્યા છે. ચૂંટણીને લઈ 477 પોલીગ સ્ટાફ પ્રક્રિયામાં જોતરાયો છે, કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લાની ગ્રામ પંચાયતની 315 જેટલી સામાન્ય ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. 10 તાલુકાની 315 પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. 698 ગ્રામ પંચાયત પૈકી 104 પંચાયતમાં પેટા ચૂંટણી છે, અગાઉ 142 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર કરાઈ હતી. પાલિતાણાની 26 પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. 4,90,694 ગ્રામજનો આજે મતાધિકારનો ઉપયોગ કરશે.

મહેસાણા જિલ્લામાં 227 સરપંચ પદ અને 652 વોર્ડ માટે ચૂંટણી છે, ભારે વરસાદ વચ્ચે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન કરાશે, વરસાદના પગલે મતદાન પર અસર પડી શકે છે. જિલ્લામાં કુલ 688 મતદાન મથકો પર મતદાન કરાશે. 6.13 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

અરવલ્લી જિલ્લામાં 133 ગ્રામ પંચાયતમાં ચૂંટણીનું આજે મતદાન છે. 423 મતદાન મથકો પર મતદાન કરાશે. 467 સરપંચ, 877 સભ્ય ઉમેદવારો માટે મતદાન શરૂ થઈ ગયું છે. 2.94 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 638 પોલીસકર્મી તેમજ 2558 પોલિંગ સ્ટાફ તૈનાત કરાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મે મહિનાનાં અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના, દાવેદારોએ કમર કસી

આ પણ વાંચો:ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, 22 જૂને યોજાશે 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી

આ પણ વાંચો:રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કર્મચારીઓને મતાધિકારનો ઉપયોગ કરવા માટે છૂટછાટ અપાઈ