રંગીલા રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવની ધૂમધામથી ઉજવણી થાય છે, જેમાં લોકમેળાઓ શહેર, જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાંથી હજારો લોકોને આકર્ષે છે. આ મેળાઓમાં યાંત્રિક રાઇડ્સની મજા લેવા લોકો ઉમટે છે. પરંતુ, 2024ના TRP ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ગેમઝોન અને રાઇડ્સ સંચાલકો માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે, જેનું કડક પાલન કરવા આદેશ અપાયો છે.
જોકે, આ SOPના કેટલાક નિયમો સામે રાઇડ્સ સંચાલકોએ વાંધો ઉઠાવ્યો છે, જેના કારણે જન્માષ્ટમી મેળાઓની તૈયારીઓમાં મડાગાંઠ પડી છે.
જિલ્લા કલેક્ટરની મહત્વની બેઠક
માહિતી અનુસાર, રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાનારા લોકમેળાઓમાં યાંત્રિક રાઇડ્સને લઈને હજુ સમસ્યાઓ યથાવત છે. 1 જુલાઈ, 2025ના રોજ જિલ્લા કલેક્ટર અને રાઇડ્સ સંચાલકો વચ્ચે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે મહત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં મેળા એસોસિએશન અને રાઇડ્સ સંચાલકોના પ્રતિનિધિઓએ ભાગ લીધો. જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે, “તમામ રાઇડ્સ સંચાલકોએ SOPનું કડક પાલન કરવું પડશે.
