Ahmedabd News : SMC(સ્ટેટ મોનિટરીંગ સેલ)ના અધિકારીઓને માહિતી મળી હતી કે ઈસનપુરના મિલ્લતનગર રોડ, પાનવાલી સ્ટ્રીટ પાસે બે શખ્સો નશીલા પદાર્થના જથ્થા સાથે આવવાના છે. જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી. જેમાં બે શખ્સો નશીલા પદાર્થના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી પોલીસે રૂ.5,38,300ની કિંમતનો 53.830 ગ્રામનો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો.
પુછપરછમાં આરોપીએ તેનું નામ અશફાક ફરીદમીયા શેખ તથા તે જુહાપુરામાં સાનિયા ડુપ્લેક્સમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે અન્ય આરોપી સગીર હોવાનું પોલીસે જણાવ્યું હતું. અન્ય એક અજીમ નામનો આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે. અશફાક વિરૂધ્ધ ક્રાઈમ બ્રાંચમાં નશીલા પદાર્થનો ગુનો અગાઉ નોંધાયેલો છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય,રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર,અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકા તરબોળ,જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો
