Auto News/ વાહન માલિકો માટે મોટો ફટકો, ઓલા ઉબેરમાં હવે 8 વર્ષ જૂના વાહનો નહીં ચાલે

સરકારે ઓલા ઉબેર ટેક્સીઓ માટે એક નિયમ બનાવ્યો છે. જેના કારણે ટેક્સી માલિકોની મુશ્કેલીઓ વધવાની છે. આ નિયમ મુજબ, આ ટેક્સીઓ ફક્ત 8 વર્ષ માટે જ ચલાવી શકાય છે.

Trending Tech & Auto

માર્ગ પરિવહન મંત્રાલયે કેબ એગ્રિગેટર્સ માટે મહત્ત્વની મોટર વ્હિકલ એગ્રિગેટર (MVAG 2025) ગાઈડલાઈન્સ 2025 વિગતવાર જાહેર કરી છે. જેમાં ઓલા, ઉબેર, રેપિડો સહિતના કેબ એગ્રિગેટર પર હવેથી આઠ વર્ષથી જૂના વાહનોના ઉપયોગ પ્રતિબંધ લાદ્યો છે.

નવી ગાઈડલાઈન મુજબ, કેબ એગ્રિગેટર્સ પોતાના સંચાલનમાં આઠ કે તેથી વધુ વર્ષ જૂના વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. આઠ કે તેથી વધુ વર્ષ જૂના રજિસ્ટર્ડ વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવુ પડશે. વાહન માલિક તેને પોતાના અંગત ઉપયોગ માટે રાખી શકે છે અથવા ઈચ્છે તો વેચી શકે છે, પરંતુ તેનો ટેક્સી સેવા તરીકે ઉપયોગ શક્ય બનશે નહીં.

જૂની ટેક્સીઓમાં જરૂરી સલામતી સુવિધાઓ હોતી નથી
સરકારનું કહેવું છે કે જૂની ટેક્સીઓમાં ઘણીવાર એરબેગ્સ, ABS અને અન્ય સલામતી સુવિધાઓ હોતી નથી, જેના કારણે મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે. નવા નિયમ પછી, ફક્ત આધુનિક, સલામત અને તકનીકી રીતે સક્ષમ વાહનો જ રસ્તાઓ પર દોડશે.

પ્રદૂષણ નિયંત્રણમાં પણ મદદ કરશે
8 વર્ષથી વધુ જૂના વાહનો સામાન્ય રીતે વધુ ધુમાડો છોડે છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આ નિર્ણયથી વાયુ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે અને લોકોને સ્વસ્થ વાતાવરણ મળશે. અહેવાલ મુજબ, લગભગ 20% ટેક્સીઓ એવી છે જેણે 8 વર્ષની મર્યાદા વટાવી દીધી છે. આને કાં તો બદલવા પડશે અથવા વ્યક્તિગત ઉપયોગ માટે રાખવા પડશે. જોકે, આનાથી વાહનચાલકોને આર્થિક નુકસાન થઈ શકે છે.