Gir Somnath News/ ગિર સોમનાથના ગિર ગઢડા ખાતે ફાર્મ હાઉસમાંથી દારૂના જથ્થા સાથે 41.52 લાખનો મુદ્દ્માલ કબજે

SMCએ છ આરોપીની ધરપકડ કરી, પાંચ આરોપી ફરાર

Gujarat

Gir Somnath News : ગિર સોમનાથના ગિર ગઢડા ખાતે બેડિયા સ્થિત ભગુ ઉકાભાઈ જાદવના ફાર્મ હાઉસમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી સ્ટેટમોનિટરીંગ સેલ(SMC)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે SMCની ટીમે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસને અહીંથી 12,095 બિયરના ટીન અને દારૂની બોટલો મળી આવી હતી.

જેની કિંમત રૂ. 39, 04.150 હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે દારૂ અને બિયરના જથ્થા ઉપરાંત પાંચ વાહનો, આઠ મોબાઈલ તથા રૂ. 72,720 મળીને કુલ રૂ. 41,52,870નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે છ આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે પાંચ આરોપી ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ ગિર ગઢડા પોલીસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કંડલા બંદર પર કેમિકલ ટેન્કર જહાજમાં થયો વિસ્ફોટ, 21 ક્રૂ મેમ્બર સવાર હતા

આ પણ વાંચો:સાણંદના મોડાસરમાં ઇલેક્ટ્રિક થાંભલામાં ધડાકા: ગામ આખું અંધકારમય બન્યું

આ પણ વાંચો:બોરસદના ખેડૂત પુત્રનો CA ફાઈનલમાં ઓલ ઈન્ડિયા 9મો રેન્ક :સુરતના શુભમને 13મો રેન્ક, ઈન્ટરમીડિએટમાં તન્મય જૈનનો ચોથો રેન્ક; ફાઈનલનું 18.75 ટકા રિઝલ્ટ