Breaking News: બુધવારે રાજસ્થાનના ચુરુના રતનગઢ વિસ્તારના ભાનુડા ગામમાં વિમાન ક્રેશ થયાના સમાચાર છે. ઘટના બાદ તરત જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. ગ્રામજનોની માહિતી મુજબ, આકાશમાં જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા.
કાટમાળ નજીકથી એક મૃતદેહ મળી આવ્યો છે. જે સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અકસ્માતના સમાચાર ફેલાતા જ રતનગઢમાં હંગામો મચી ગયો હતો. કલેક્ટર અભિષેક સુરાણા અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિમાન ક્રેશ થયા પછી તરત જ ખેતરોમાં આગ લાગી હતી, જેને ગામલોકોએ જાતે જ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના વિગતવાર કારણોની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:રાજસ્થાન સરહદ પર પાકિસ્તાનનું ફરી એક નાપાક કૃત્ય;પંજાબ અને રાજસ્થાનના 8 જિલ્લાઓમાં શાળા,કોલેજો બંધ
આ પણ વાંચો:રાજસ્થાનના બાડમેરમાં ડ્રોન દેખાતા તરત જ બ્લેક આઉટ
આ પણ વાંચો:રાજસ્થાનના લાઠીથી પાકિસ્તાની પાયલોટની ધરપકડ, જેએફ 17 વિમાનમાં હતો સવા
