Vadodara News: વડોદરાના પાદરામાં ગંભીરા પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 14ના મોત થયા છે અને હજી પણ છ ગુમ છે. આ દુર્ઘટનાના પગલે રાજ્યના જર્જરિત પુલો લોકનજરમાં આવ્યા છે. આ પુલોને હવે જીવતા જાગતા યમસદન માનવામાં આવી રહ્યા છે. આ જર્જરિત પુલો ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ છે. આવો જ એક પુલ ડાંગ જિલ્લામાં વઘઈ-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર સકરાપાટલ નજીક અંબિકા નદી પર બનેલો પુલ છે. આ પુલ ચિંતાનો વિષય બન્યો છે. 1959-60માં બનેલો આ પુલ સાડા છ દાયકા જૂનો છે અને તેની જર્જરિત સ્થિતિ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.
જર્જરિત સ્થિતિ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. વઘઈને સાપુતારા, નાસિક અને શિરડી સાથે જોડતો આ મહત્વપૂર્ણ પુલ રાજ્ય ધોરીમાર્ગ નંબર નવ પર સ્થિત છે, તેની લંબાઈ 108 મીટર અને પહોળાઈ 9 બાય 9.80 મીટર છે. પરંતુ પુલના 60 ફૂટના થાંભલાઓ વચ્ચે તિરાડો પડી ગઈ છે, રિટેનિંગ વોલનો સિમેન્ટનો પડ અને કાટ લાગેલા સળિયા નીકળી ગયા છે. પાણીના લીકેજને કારણે સળિયા ફૂલી ગયા છે, જેના કારણે પુલની મજબૂતાઈ નબળી પડી છે. આ પરિસ્થિતિ વાહનો માટે ખતરનાક બની શકે છે.
સિમેન્ટના પડ સાથે કાટ લાગેલા સળિયા પણ બહાર નીકળી ગયા છે. પુલ પરની રિટેનિંગ વોલ સિમેન્ટના પડ સાથે જગ્યાએ જગ્યાએ બહાર નીકળી ગઈ છે, અને જો કોઈ વાહન સામાન્ય રીતે તેની સાથે અથડાય તો પણ તે પુલની નીચે નદીમાં પડી જવાની શક્યતા વધુ છે. વધુમાં, પુલના ગાળામાં પાણીના ઘૂસણખોરીને કારણે સળિયા ફૂલી ગયા છે અને તૂટી ગયા છે, અને મજબૂતાઈ પણ ખૂબ નબળી પડી ગઈ છે. આ પુલ વાહનો માટે મોટો અભિશાપ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
