Vadodara News/ આરોગ્યમંત્રીની મુલાકાત પૂર્વેની કામગીરી અંગે ભ્રામક પ્રચારોને SSG હોસ્પિટલનો રદિયો

SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટે મંત્રીની મુલાકાત માટે રંગરોગાન અને સ્વચ્છતા કરવાના સમાચારોને સ્પષ્ટપણે રદિયો આપ્યો છે

Gujarat Vadodara

Vadodara News : રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની એસ.એસ.જી. હોસ્પિટલની આજરોજ તા.૧૧/૦૭/૨૦૨૫ ના રોજની મુલાકાત સંદર્ભે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સમાચાર માધ્યમો દ્વારા હોસ્પિટલમાં ચાલી રહેલી મરામત અને સફાઈ કામગીરી અંગે વિવિધ સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે, તે અંગે અત્રેથી નીચે મુજબનો ખુલાસો રજૂ કરવામાં આવે છે. SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટે મંત્રીની મુલાકાત માટે રંગરોગાન અને સ્વચ્છતા કરવાના સમાચારોને સ્પષ્ટપણે રદિયો આપ્યો છે.

હોસ્પિટલમાં ચાલી રહેલી કામગીરી રૂટિન જાળવણીનો ભાગ:

તૂટેલી ટાઇલ્સ બદલવાની કામગીરી:

ફોટોગ્રાફ્સમાં ટાઇલ્સ બદલવાની કામગીરી દેખાઈ રહી છે તે મુજબ, હોસ્પિટલના એક વોર્ડમાં કેટલીક ટાઇલ્સ તૂટેલી હાલતમાં હતી. આ બાબત ગઈકાલે તા.૧૦/૦૭/૨૦૨૫ થી ધ્યાન પર આવી હતી. દર્દીઓ અને મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને, આ તૂટેલી ટાઇલ્સને તાત્કાલિક બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી હોસ્પિટલના રોજિંદી જાળવણી અને મરામતના ભાગરૂપે જ કરવામાં આવી રહી છે, અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુચારુ રાખવાનો છે.

નિયમિત સફાઈ અને રંગકામ:

હોસ્પિટલ પરિસરમાં આવતા કેટલાક મુલાકાતીઓ દ્વારા ગુટકા જેવી વસ્તુઓનું સેવન કરીને ગમે ત્યાં થૂંકવામાં આવતું હોવાથી દીવાલો અને અન્ય સપાટીઓ ગંદી થતી હોય છે. હોસ્પિટલની સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા માટે નિયમિતપણે સફાઈ અભિયાન અને સમયાંતરે રંગકામની કામગીરી હાથ ધરવામાં આવે છે. ફોટોગ્રાફ્સમાં દર્શાવેલ સફાઈ અને રંગકામ કામગીરી પણ આ રૂટિન જાળવણીનો જ એક ભાગ છે.

આરોગ્ય મંત્રીની સયાજી હોસ્પિટલની મુલાકાત અંગે કચેરીને આજે બપોરના ૧૨:૦૦ કલાકે જાણ કરવામાં આવી હતી. ઉપરોક્ત ટાઇલ્સ રિપેરિંગ અને સફાઈ/રંગકામની કામગીરી મંત્રીની મુલાકાત અંગેની જાણકારી મળ્યા પહેલાંથી જ હોસ્પિટલના રૂટિન મરામત અને જાળવણીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવેલી હતી. આ કામગીરીનો મંત્રીની મુલાકાત સાથે કોઈ સીધો સંબંધ નથી કે તે ફક્ત તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી નથી.

એસ.એસ.જી. હોસ્પિટલ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી સારવાર સાથે સ્વચ્છ અને સલામત વાતાવરણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. હોસ્પિટલના દૈનિક કાર્યો અને જાળવણી પ્રવૃત્તિઓ સતત ચાલુ રહે છે અને તે કોઈપણ બાહ્ય મુલાકાતથી સ્વતંત્ર હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

આ પણ વાંચોઃધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામના નાગરિકોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર લખ્યો

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ની રાજ્યવ્યાપી ઉજવણી માટેની ઉચ્ચ સ્તરિય બેઠક સંપન્ન