નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સ્મશાન અને કબ્રિસ્તાનને લઇને થઇ રહેલા નિવેદનમાં બીજેપીના સાંસદ સાક્ષી મહારાજ પણ કુદી પડ્યા છે. મંગળવારે સાક્ષી મહારાજે કહ્યું હતુ કે,દેશમાં કબ્રિસ્તાનની જરૂર નથી. તમામના અંતિમ સંસ્કાર કરવા જોઇએ. સાક્ષી મહારાજે કહ્યુ છે કે, કબ્રિસ્તાનથી જગ્યાની બરબાદી થાય છે.
સાક્ષી મહારાજે કહ્યું હતું કે, કબ્રિસ્તાન હોય કે સ્મશાન નામ હોય અગ્ની દાહ થવો જોઇએ. કોઇને દાટવાની જરૂર નથી. 5 કરોડ સાધુ છે જો તેમને દાટવામાં આવશે તો કેટલી જમીનની જરૂર પડશે. 20 કરોડ મુસ્લિમ છે બધાને કબ્ર જોઇએ છે. હિન્દુસ્તાનમાં જગ્યા ક્યાં છે.
