Not Set/ ગુજરાતનાં હાસ્ય લેખક તારક મહેતાનું 88 વર્ષની વયે નિધન

અમદાવાદઃ ગુજરાતની જાણિતી મેગેજીન ચિત્રલેખામાં ‘તારક મેહતાના ઉલ્લટા ચશ્મા’ના જાણિતા લેખક તારક મહેતાનું નિધન થયું છે. તારક મહેતા છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. આ લાંબી બીમારીમાં તેમનું અમદાવાદ ખાતે નિધન થયું છે. નોંધનીય છે કે, પ્રસિદ્ધ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ પણ બની છે. ત્યારે તેમના નિધનથી ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. […]

Uncategorized

અમદાવાદઃ ગુજરાતની જાણિતી મેગેજીન ચિત્રલેખામાં ‘તારક મેહતાના ઉલ્લટા ચશ્મા’ના જાણિતા લેખક તારક મહેતાનું નિધન થયું છે. તારક મહેતા છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. આ લાંબી બીમારીમાં તેમનું અમદાવાદ ખાતે નિધન થયું છે. નોંધનીય છે કે, પ્રસિદ્ધ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ પણ બની છે. ત્યારે તેમના નિધનથી ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. તેમના નિધનથી સાહિત્ય જગતમાં દુઃખની લાગણી ફરી વળી છે. બીજી તરફ એવી પણ માહિતી છે કે, પરિવારે તેમના દેહનું દાન કરવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક તારક મહેતાનું 88 વર્ષની વયે નિધન છે. 26 ડિસેમ્બર 1929ના અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. 1945માં મેટ્રિક પાસ કર્યા બાદ 1956માં ખાલસા કોલેજમાંથી લીધું હતું. તેમણે મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ. કર્યું હતું અને ભવન્સ કોલેજમાંથી એમ.એ.ની પદવી મેળવી હતી. 2015માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. 1960-1986 સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝનના અધિકારી રહી ચુક્યા હતા. ત્રિ-અંકી નાટકો નવું આકાશ નવી ધરતી, દુનિયાને ઊંધા ચશ્મા, પ્રહસન કોથળામાંથી બિલાડું, જેવા એકાંકીઓ આપ્યા છે. શ્રેષ્ઠ હાસ્યરચનાઓ, તારક મહેતાનો ટપુડો, દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી વગેરે જાણીતા હાસ્ય લેખસંગ્રહો છે. તેમણે એક્શન રિપ્લે નામની આત્મકથા પણ લખી છે. નિખાલસ કબુલાતના સંદર્ભે આ કૃતિ ખૂબ જ ઉલ્લેખનીય છે.