Not Set/ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગ દ્વારા 5 દિવસ તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.. જેના પગલે સોમવારે બપોર બાદ અમદાવાદના પૂર્વ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો… શહેરના જમાલપુર, પાલડી, અંજલી, વાસણા, ગોમતીપુર, ગીતામંદિર સહિત અનેક જગ્યાએ પવન સાથે વરસાદ પડતાં ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઇ હતી… ઉલ્લેખનીય છે કે, રવિવારે સાંજે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે […]

Uncategorized

હવામાન વિભાગ દ્વારા 5 દિવસ તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.. જેના પગલે સોમવારે બપોર બાદ અમદાવાદના પૂર્વ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો… શહેરના જમાલપુર, પાલડી, અંજલી, વાસણા, ગોમતીપુર, ગીતામંદિર સહિત અનેક જગ્યાએ પવન સાથે વરસાદ પડતાં ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઇ હતી… ઉલ્લેખનીય છે કે, રવિવારે સાંજે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો… પરંતુ ગણતરીની મિનિટોમાં વરસાદ ખાબકીને બંધ થઇ ગયો હતો.. વરસાદ આવતા જ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા… મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 31 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે.