New Delhi: દિલ્હીમાં શુક્રવારે સવારે 20થી વધુ શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બ ધમકીઓ મળી, જેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા વહીવટી તંત્રમાં ભયનો માહોલ ફેલાયો. આ સપ્તાહમાં સતત ચોથા દિવસે આવી ધમકીઓ મળી છે, જેમાં રોહિણી સેક્ટર 3ની અભિનવ પબ્લિક સ્કૂલ, પશ્ચિમ વિહારની રિચમંડ ગ્લોબલ સ્કૂલ અને રોહિણી સેક્ટર 24ની સોવરન સ્કૂલનો સમાવેશ થાય છે.
ધમકીભર્યા ઈ-મેલ મળતાં જ દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ અને ડોગ સ્ક્વૉડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. શાળાઓને તાત્કાલિક ખાલી કરાવીને સઘન તપાસ શરૂ કરવામાં આવી. અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળ્યું નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ ઘટનાઓથી દિલ્હીમાં ભયનું વાતાવરણ ફેલાયું છે, અને પોલીસે સાયબર સેલને સક્રિય કરીને ઈ-મેલના સ્ત્રોતની તપાસ શરૂ કરી છે. અગાઉના દિવસોમાં પણ દ્વારકા, વસંત કુંજ, હૌઝ ખાસ અને અન્ય વિસ્તારોની સ્કૂલોને સમાન ધમકીઓ મળી હતી, જે તપાસમાં ખોટી સાબિત થઈ હતી.
જાન્યુઆરી 2025માં દિલ્હી પોલીસે એક સગીર વિદ્યાર્થીની ધરપકડ કરી હતી, જેણે પરીક્ષા ટાળવા માટે આવા ધમકીભર્યા ઈ-મેલ મોકલ્યા હોવાનું કબૂલ્યું હતું. હાલમાં પોલીસે લોકોને આશ્વાસન આપ્યું.
આ પણ વાંચો:બિહારમાં ચૂંટણી પહેલા CM નીતિશ કુમારની મોટી જાહેરાત, 125 યુનિટ વીજળી વિના મુલ્યે ઉપયોગ કરી શકાશે!
આ પણ વાંચો:આ છે પ્લેન ક્રેશની બચાવ કામગીરીના રિયલ હીરોઝ, તેમના અનુભવો તેમના જ શબ્દોમાં
