Lifestyle: પનીરમાં કૅલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને તમામ પ્રકારના મિનરલ્સ (ખનીજ તત્વો) ભરપૂર માત્રામાં હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન પનીરનું સેવન, માતા તથા આવનારા બાળક બંને માટે, ઘણું જ ફાયદાકારક છે. લોકોની એવી ભ્રામક માન્યતા છે કે પ્રેગનન્સીમાં પનીર કે એમાંથી બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું ઉચિત નથી, પરંતુ હકીકતમાં એવું બિલકુલ નથી. ગર્ભાવસ્થા દરમિયાન પનીર ખાવાના અનેક ફાયદાઓ છે. પનીરમાં રહેલો ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ તણાવનું સ્તર ઓછું કરવા ઉપરાંત, પ્રસૂતાને સારી ઊંઘ મળે એમાં પણ સહાયતા કરે છે. ગર્ભવતી મહિલાને પનીરથી ઢગલાબંધ ફાયદા થઇ શકે છે. તો આવો જાણીએ કે, પનીર ખાવાના શા ફાયદા છે?
ઍનર્જી માટે –
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વધારે માત્રામાં શક્તિની જરુર પડે છે. પ્રેગનન્સીના પ્રારંભિક તબક્કામાં મોટાભાગની સ્ત્રીઓને થાક, બેચેની અને અશક્તિ જેવી તકલીફોનો સામનો કરવો પડે છે. એવામાં પનીર ખાવાથી એમને પૂરતી માત્રામાં ઍનર્જી અને સ્ટેમિના મળી રહે છે.
બાળકના હાડકાં માટે –
પનીર કૅલ્શિયમ અને ફોસ્ફરસથી સમૃદ્ધ છે. આ ઘટકો મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના હાડકાંના નિર્માણમાં સહાયક બને છે. આ ઉપરાંત, મિનરલ્સની આપૂર્તિ થવાથી ગર્ભવતી મહિલાના હાડકાં પણ નબળાં પડતાં નથી. આ પ્રમાણે, ગર્ભાવસ્થા દરમિયાન પનીરનું સેવન માતા અને ગર્ભસ્થ બાળક, બેઉ માટે ફાયદાકારક હોય છે.
ખોડખાંપણનું જોખમ ઘટે છે –
ગર્ભાવસ્થા દરમિયાન પનીર ખાવાથી મહિલાના શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની ઉણપ સર્જાતી નથી. આ એસિડ લેબર પૅઇનને ઓછું કરવામાં તથા બાળકનો પ્રસવ સુરક્ષિત રીતે થાય એમાં મદદ કરે છે.
સંક્રમણનું જોખમ રોકે છે –
પનીરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટ્રી અર્થાત્ પીડાશામક ગુણ પર્યાપ્ત માત્રામાં હોય છે. પનીરના સેવનથી શરીરમાં પીડા થવી, સોજા આવવા તથા અન્ય સંક્રમણો વગેરે સમસ્યાઓ ઓછી થાય છે.
વજનને નિયંત્રણમાં રાખે –
ગર્ભાવસ્થા દરમિયાન વારંવાર ભૂખ લાગે છે, જેને કારણે વજન વધવાનું જોખમ પણ ઊભું થાય છે. પનીરનું સેવન કરવાથી પેટ ભરેલું લાગે છે અને વારે વારે ભૂખ લાગતી નથી. આ પ્રમાણે, ગર્ભાવસ્થા દરમિયાન પનીરનું સેવન કરવાથી પ્રસૂતા મહિલાને પોતાના વજન પર નિયંત્રણ રાખવામાં મદદ મળી રહે છે.
આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.
આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે
