A relationship/ શું પાર્ટનર સાથેના તમારા સંબંધનો રંગ ફિકો પડવા લાગ્યો છે? આ 5 પગલાં તમારા સંબંધમાં પુન: પ્રાણ પૂરશે!

આજના વ્યસ્ત જીવનમાં જ્યારે પણ લોકોને કામધંધામાંથી ફુરસદ મળે છે ત્યારે એ પોતાની ગમતી વ્યક્તિઓ સાથે સમય વિતાવવાને બદલે ફોન અને લૅપટોપમાં જ ખૂંપી જાય છે. આનું પરિણામ એ આવે છે કે, કોઇ યુગલ અર્થાત્ બે પાત્રો, એક જ ઘરમાં સાથે રહેવા છતાંયે પોતાને સૉલમેટને બદલે રુમમેટ હોય એવું અનુભવવા લાગ્યા છે! આ કારણે ધીમે-ધીમે બંનેના સંબંધનો રંગ ફિકો પડવા લાગે છે.

Trending Tips & Tricks Relationships

Relationship: જો તમે પણ ડહોળાયેલા અંગત સંબંધોના કઠિન તબક્કામાંથી પસાર થઇ રહ્યા છો, તો આ જાણકારી તમારા માટે છે. આ લેખમાં એવા પાંચ સરળ અને અસરકારક પગલાં વિશે અમે તમને જણાવીશું કે, જેને અનુસરવાથી તમે તમારા કરમાયેલા સંબંધોમાં ફરીથી તાજગી લાવીને નવપલ્લવિત કરી શકશો.

આજના વ્યસ્ત જીવનમાં જ્યારે પણ લોકોને કામધંધામાંથી ફુરસદ મળે છે ત્યારે એ પોતાની ગમતી વ્યક્તિઓ સાથે સમય વિતાવવાને બદલે ફોન અને લૅપટોપમાં જ ખૂંપી જાય છે. આનું પરિણામ એ આવે છે કે, કોઇ યુગલ અર્થાત્ બે પાત્રો, એક જ ઘરમાં સાથે રહેવા છતાંયે પોતાને સૉલમેટને બદલે રુમમેટ હોય એવું અનુભવવા લાગ્યા છે! આ કારણે ધીમે-ધીમે બંનેના સંબંધનો રંગ ફિકો પડવા લાગે છે. આનો અર્થ એવો બિલકુલ નથી કે એમની વચ્ચે પ્રેમ ખતમ થઇ ગયો છે, બસ જીવનની વ્યસ્તતા સંબંધોમાં આડખીલીરુપ બની ગઇ છે.

જે પ્રમાણે તમારે શરીરમાં જમા થયેલાં ટૉક્સિન્સથી છૂટકારો મેળવવાની જરુર પડે છે એવી જ રીતે તમારા હૈયાને ફરી મધુરતાથી ભરી દેનારી અંગત પળોને વાગોળવાની પણ જરુર પડે જ છે. થોડાક પ્રયાસો અને પ્રેમભરી સંભાળથી, તમારા સંબંધોમાં પોતીકાપણું અને વહાલ ઉમેરીને તમે એને ફરીથી પહેલા જેવો જ પ્રગાઢ બનાવી શકો છો, જેની ઝંખના કદાચ તમારા પાર્ટનરને પણ છે. જો તમે પણ અંગત સંબંધોના કઠિન તબક્કામાંથી પસાર થઇ રહ્યાં છો, તો આ જાણકારી ખાસ તમારા માટે છે. આ લેખમાં એવા પાંચ સરળ અને અસરકારક પગલાં વિશે અમે તમને જણાવીશું, જેને અનુસરીને તમે તમારા સંબંધોમાં તાજગી લાવી શકશો અને એને ફરીથી નવપલ્લવિત કરી શકશો.

એકબીજા સાથે કવૉલિટી ટાઇમ વિતાવો:

અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ, તમારા પાર્ટનર સાથે કવૉલિટી ટાઇમ પસાર કરવા માટે ફાળવો. આ દરમિયાન, ફોન કે ટેલિવિઝનને વિરામ આપવો. બંને સાથે મળીને કશુંક વાંચન કરો, હરો-ફરો કે પછી ઘરના બગીચામાં કામ કરો. મૌનની શક્તિ મનને શાંત કરે છે, હૈયાંના તાર જોડે છે અને સંબંધને પ્રગાઢ બનાવે છે.

જૂની વાતોને વાગોળો:

પાર્ટનર સાથે વિતાવેલી ખાસ ક્ષણોને ઓછામાં ઓછી 15-20 મિનિટ સુધી વાગોળો. આ ક્ષણો ગમે તે હોઇ શકે છે, જેમ કે તમારી પ્રથમ ડૅટ અથવા તો પાર્ટનર સાથે માણેલી યાદગાર સફર! આવી મધુરી, યાદગાર ક્ષણો તમારા સંબંઘના મૂળને મજબૂત બનાવે છે તથા પરસ્પર પ્રેમ અને પોતીકાપણાની સંવેદનાઓને પણ જગાડે છે.

એક ગ્રેટિટ્યુડ ડાયરી બનાવો:

એક ડાયરીમાં દરરોજ પોતાના સાથી દ્વારા કરવામાં આવેલા, એવા કોઇ કાર્ય વિશે નોંધ ટપકાવો કે જેનાથી તમને આનંદ થયો હોય અથવા તો સ્પેશ્યલ ફીલ થયું હોય. એક અઠવાડિયા બાદ, બંનેએ એક-બીજાને પોતપોતાની નોંધ વાંચી સંભળાવવી. આ નાનો અમથો પ્રયાસ, ફરિયાદો પરથી તમારું ધ્યાન હટાવી દેશે અને તમારા સંબંધમાં નવો પ્રાણ ફૂંકવાનું કામ કરશે.

રોલ રિવર્સલ ડે ઉજવો:

મહિનામાં એક વાર પોતાની ભૂમિકા બદલો. જો યુગલ પૈકી એક સાથી સામાન્યત: દરરોજ ભોજન બનાવવાનું, સફાઇ કરવાનું કે પછી બાળકોની સંભાળ રાખવાનું કામ કરતી હોય અથવા કરતો હોય, તો અન્ય સાથીએ પણ એમાં સહર્ષ ભાગ લેવો જોઇએ. આ રીતે કરવાથી તમારી રોજિંદી બીબાંઢાળ જિંદગીમાં નવી તાજગીનો સંચાર થાય છે. આ રીતે, દરરોજ એકનું એક કામ કરવાની ટેવ બદલવાથી, બંને પાત્રોની પરસ્પર સમજણ અને સંવેદનાઓને મહેસૂસ કરવાની ક્ષમતા વધે છે.

નૉન-જજમેન્ટ ટૉક રિચ્યુઅલ બનાવો:

અઠવાડિયામાં કમસે કમ બે વખત એકબીજા સાથે બેસીને શાંતિપૂર્વક વાતચીત કરો. આ દરમિયાન, બંનેમાંથી કોઇએ પણ અન્યની વાત કાપવાની નથી, ગુસ્સો કરવાનો નથી અને ટીકા-ટિપ્પણી પણ કરવાની નથી. તમારે બંનેએ ફક્ત એકબીજાને શાંતિપૂર્વક સાંભળવાના છે અને આ રીતે ખુલ્લા મને વાતચીત કરીને, તમે તમારા સાથીના હૃદયની ભાવનાઓ અને તકલીફોને સરળતાથી સમજી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમારા લગ્ન સફળ થાય તેવું ઇચ્છો છો? આ ટિપ્સને જરૂરથી અનુસરો.

આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક