rajashthan news/ પાકિસ્તાની સરહદ પાર કરીને આવ્યો ભારતમાં, પશુઓના ઘેરામાં છુપાઈને રાત કાઢી, BSFએ કરી ધરપકડ

BSF દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી અને તેને સેડવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. હિન્દાલના ભારતીય પ્રવેશ પાછળના હેતુની તપાસ કરી રહી છે.

NATIONAL India Trending

Rajasthan News: રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો છે. પોલીસે જણાવ્યું હતું કે ઘૂસણખોર પશુઓના ઘેરામાં છૂપાયેલો હતો.

બાડમેરના પોલીસ અધિક્ષક નરેન્દ્ર સિંહ મીણાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના મિઠી વિસ્તારના નયાતાલા ગામનો રહેવાસી હિન્દાલ (24 વર્ષીય) નામના વ્યક્તિએ રાત્રિના અંધકારનો ફાયદો ઉઠાવ્યો હતો અને સરહદની વાડ પાર કરી હતી અને ભારતીય સરહદથી  200 મીટર અંદર આવી ગયો હતો. કાલે સવારે તે આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના એક ગામમાં પશુઓની ઘેરમાં છૂપાયેલો મળી આવ્યો હતો.

ગામલોકોએ તે વ્યક્તિને જોયો અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force)ને જાણ કરી હતી. BSFના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પૂછપરછ માટે તેની અટકાયત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હજુ સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. પ્રારંભિક પૂછપરછ બાદ BSF એ તેને વધુ તપાસ માટે સેડવા પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો.

આ કેસ પછી, એજન્સીઓ સંભવિત માર્ગ અને સીમા સ્તંભની તપાસ કરી રહી છે. ઘૂસણખોરે કયા ચોક્કસ માર્ગથી પ્રવેશ્યા હશે. તે શોધવા માટે તેના પગના નિશાનને ટ્રેક કરવામાં આવી રહ્યા છે.

એજન્સીઓ હિન્દાલના ભારતીય પ્રદેશમાં પ્રવેશ પાછળના હેતુ અને તે કયા સંજોગોમાં સરહદ પાર કરી ગયો તેની તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છ સરહદે ઘૂસણખોરી કરતા પાકિસ્તાની નાગરિક ઝડપાયો

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

આ પણ વાંચો:જમ્મુમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા