Bhavnagar News/ કોન્ટ્રાક્ટના બિલોની મંજુરી માટે 65 હજારની લાંચ લેતા ભાવનગરનો આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયર ઝડપાયો

ACBએ ફરિયાદને આધારે જાળ બિછાવી આરોપીને રંગેહાથ પકડ્યો

Gujarat Ahmedabad

Bhavnagar News : કોન્ટ્રાક્ટરના 10 લાખની રકમના બિલોની મંજુરી માટે રૂ.65,000 ની લાંચ લેતા ભાવનગર રેલવે ડીવીઝનનો આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયર ટિપ્પે સ્વામી લક્કામા દાસર ACBને હાથે ઝડપાઈ ગયો હતો. આ કેસની વિગત મુજબ ફરીયાદી ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર છે .

તેમને રેલવે ડીવીઝન ભાવનગરમાંથી મળેલા કોન્ટ્રાક્ટના કામોનાં આશરે રૂપીયા દસ લાખની રકમનાં રનિંગ બીલોની મંજુરી લેવાની હતી. જેમાં ભાવનગર રેલવે ડિવીઝન, રેલવે DRM કચેરીના આસીસ્ટન્ટ ઇલેક્ટ્રીક એન્જિનિયર ટિપ્પે સ્વામી લક્કામા દાસરએ બીલની રકમ નાં 4 ટકા લેખે એડવાન્સ તથા ફરીયાદીને અન્ય એક “વર્ક ઓર્ડર “ આપેલ હોઇ તેના પોઇન્ટ પાંચ ટકા લેખે એમ કુલ રૂ.65,000 ની લાંચ ની માંગણી કરેલ હતી .
પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેમાં ભાવનગર ડી.આર.એમ કચેરી આરોપીની ઓફિસમાં ગોઠવેલા લાંચનાં છટકા દરમ્યાન આરોપી ફરિયાદી પાસેથી લાંચનાં રૂ.65,000  સ્વીકારતાં રંગેહાથ પકડાઇ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝની મહેનત રંગ લાવી! રાજકોટ પોલીસનું ધ્યાન દોરતા દીકરીઓને સાસરે વળાવી

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસ મામલે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું

આ પણ વાંચો: રાજકોટમાં CMની સલાહને ઘોળીને પી ગયા અધિકારીઓ, કલેકટર કચેરીમાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, કલેકટર કચેરીમાં વીજળીના વેડફાટના દ્રશ્યો આવ્યા સામે,