Surat News/ સુરત એરપોર્ટ પર તૈનાત CISFની વિજિલન્સ ટીમે સોનાની દાણચોરી પકડી

જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે

Top Stories Gujarat Surat

Surat News : સુરત એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની વિજિલન્સ ટીમે સોનાની દાણચોરી પકડી પાડી છે. જેમાં CISF એ સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. CISFની ટીમે દુબઈથી આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના બે મુસાફરો પર કાર્યવાહી કરી છે. આ બે મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ CISFની ટાઈમે પકડી પાડી છે. જેમાંથી અંદાજે 23 કિલો શુદ્ધ સોનું હોવાનું મનાય છે. જે જપ્ત કરવામાં આવ્યું છે.

સુરત એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાની ફ્લાઇટ IX-174 આવી ત્યારે તેમાંથી આ બે મુસાફરો પકડાયા હતા.આ દરમિયાન CISFની ટીમને બે મુસાફરોનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવવામાં આવ્યા હતા.CISF વિજિલન્સ ટીમ અને કસ્ટમ અધિકારીઓએ સંયુક્ત રીતે આ બંને મુસાફરોના સામાનની તલાશી લીધી હતી. દરમિયાન તેમની અંગત તલાશી લેતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

બંને મુસાફરોએ ચાલાકીપૂર્વક પોતાના શરીર પર લગભગ 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી, જે જપ્ત કરવામાં આવી છે. CISF ટીમની આ સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે સોનાની મોટાપાયે દાણચોરીનો એક મોટો પ્લાન નિષ્ફળ બન્યો છે. હાલ જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વીજ વિતરણ કંપનીઓની બિલિંગ સેવાઓમાં ક્રાંતિ લાવતુ સ્માર્ટ મીટરિંગ

આ પણ વાંચો:જામનગર શહેરમાં સ્માર્ટ મીટર મામલે ‘આપ’ નું કલેક્ટરને આવેદન

આ પણ વાંચો:સ્માર્ટ મીટરના વિરોધની ઝાળ સૌરાષ્ટ્ર સુધી પહોંચી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વિરોધ