Bhavnagar News: ગુજરાત (Gujarat) ના ભાવનગર (Bhavnagar) શહેરમાં નાની રકમના ઉછીનાને લઈને થયેલી બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં એક શખ્સે બીજા પર છરી વડે જીવલેણ હુમલો (Attack) કર્યો. આ ઘટનામાં વિજયભાઈ વાજા નામના વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. પોલીસે આરોપી વેલજી ધનજીભાઈ બારૈયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આરોપી વેલજી ધનજીભાઈ બારૈયાએ વિજયભાઈ વાજા પાસે 20 રૂપિયા ઉછીના માંગ્યા હતા. વિજયભાઈએ પૈસા આપવાની ના પાડતાં બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી શરૂ થઈ. આ બોલાચાલી ટૂંક સમયમાં જ હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ. ગુસ્સામાં આવેલા વેલજીએ છરી કાઢી અને વિજયભાઈ પર અનેક ઘા ઝીંકી દીધા, જેના કારણે વિજયભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ ઘટના બાદ ઘાયલ વિજયભાઈ લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓએ તરત જ વિજયભાઈને નજીકની સર ટી. હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં ડોક્ટરોએ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું. જેથી તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં રાખવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ ગંભીર પરંતુ સ્થિર હોવાનું જણાવાયું છે, અને ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો:ભાવનગરના કરચલિયાપરા હત્યા કેસમાં મુખ્ય આરોપી યુવરાજ પરમાર ઝડપાયો
આ પણ વાંચો:ભાવનગરમાં ઓનલાઈન ઠગાઈનો વધુ એક કિસ્સો, મહિલાને મફત ડ્રેસની લાલચમાં રૂ. 17,150નું નુકસાન
આ પણ વાંચો:ભાવનગર પોલીસ બેડમાં ખુશીના સમાચાર, 19 પોલીસ કર્મચારીઓને પ્રમોશન
