Ahmedabad News : આતંકવાદી સંગઠ્ઠન અલકાયદા સાથે સંકળાયેલા ચાર શખ્સોની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. તેમની પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ઝડપાયેલા ચાર શખ્સોમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની અને બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું છે. અલકાયદાના આતંકવાદી મોડલ સાથે આ ચારેય લોકો કનેક્ટેડ હતા. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચારેય વ્યક્તિને હાલ ગુજરાતની ATS ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ કરી રહી છે.
ડીઆઈજી, સુનીલ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 10મી જૂને મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વિગતો મળી હતી. આ એકાઉન્ટમાં અલકાયદા સંબંધિત માહિતી અને ભડકાઉ સામગ્રી પોસ્ટ કરતા હતા. તપાસમાં સામે આવ્યું કે, મુજાહિદ્દીન 1 અને મુજાહિદ્દીન 3 નામના એકાઉન્ટ્સ એક જ વ્યક્તિ દ્વારા ઓપરેટ કરવામાં આવતા હતા. આ એકાઉન્ટ્સ પર લોકશાહી વિરુદ્ધ માહિતી પણ શેર કરવામાં આવતી હતી. અમદાવાદના ફતેહવાડીમાંથી પકડાયેલા એક આરોપી પાસેથી અલકાયદાનું સાહિત્ય અને તલવાર પણ મળી આવી હતી. દિલ્હીના આરોપીઓ પાકિસ્તાનના લોકો સાથે કનેક્શન ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
આ મામલે UAPA એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ મામલે અન્ય લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે અને વધુ તપાસ ચાલી રહી છે. આસીફ ઉંમર જે અફઘાનિસ્તાનમાં મૃત્યુ પામ્યો હતો તેનું ભાષણ ઇન્સ્ટમાં મુકતા હતા. શરિયત દેશમાં વધારેમાં વધારે ફેલાય તે માટે પ્રયાસ કરતા હતા. અંગ્રેજી અને ઉર્દુમાં સ્ટેટમેન્ટ લખતા હતા. જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ મળી છે. તેમાં ભારત વિરોધી વિગત પોસ્ટ કરી હોવાની વિગત જાણવા મળી છે.
ગુજરાત ATSના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ચારેય છેલ્લા ઘણા સમયથી અલકાયદાના મોડલથી કનેક્ટ હતા. તેઓ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલકાયદાના સંપર્કમાં આવ્યા હતા. તેઓ કેટલાંક ગ્રુપમાં પણ સક્રિય હતા. તેઓ આતંકવાદી વિચારધારાની આપ-લેની સાથે કટ્ટર માનસિકતા ધરાવતા હતા. સમગ્ર બાબતે ATSની સર્વેલન્સ ટીમે સ્કેન કરતા એમાં ચાર વ્યક્તિ સતત સક્રિય હતી અને ગુજરાતની હિલચાલ વિશે પણ ચર્ચા કરતી હતી. એ સંદર્ભે હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ચારમાંથી ત્રણ વ્યક્તિ ગુજરાતમાંથી પકડાઈ છે, જ્યારે અન્ય એક બીજા રાજ્યમાંથી ઝડપાઈ હોવાનું ગુજરાત ATSના અધિકારીઓ જણાવી રહ્યા છે.
બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ અને કેટલીક ચેટ્સ પણ ગુજરાત ATSને મળી છે અને એ દિશામાં પણ હવે નવી તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ઓટો ડિલિટ થઈ જતી એપ્લિકેશન પણ આ લોકો ઉપયોગ કરતા હોવાનું હાલ ગુજરાત ATS પાસેથી જાણવા મળી રહ્યું છે.
ધરપકડ કરાયેલા ચાર આરોપીઓમાં મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન (રહે. ફરાસખાના, દિલ્હી), મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ (રહે. ફતેહવાડી, અમદાવાદ), સેફુલ્લા કુરેશી મહમદ રફીક (રહે. ભોઇવાડા, મોડાસા)
અને ઝીશાન અલી આસિફ અલી (રહે. સેક્ટર 63, નોઈડા)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:ગુજરાત ATSએ વધુ એક નકલી હથિયાર લાઇસન્સ કૌભાંડનો કર્યો પર્દાફાશ
આ પણ વાંચો:ગુજરાત ATSને Black Boxનું DVR મળી આવ્યું, FSL ટીમ તપાસ કરશે
આ પણ વાંચો:ગુજરાત ATSએ કચ્છ સરહદથી પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડ્યો
