Rajkot News : રાજકોટમાં આજે વિવિધ કાર્યક્રમો માટે પધારેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતની નાગરિકતા પ્રાપ્ત કરનારા લાભાર્થીઓ સાથે ગોષ્ઠિ કરી હતી.રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આત્મીય યુનિવર્સિટી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ બાદ મંત્રીએ પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતરિત થયેલા લોકો સાથે અંગત ગોષ્ઠી યોજી હતી. મંત્રીએ પાકિસ્તાનમાંથી લોકોને કઈ પરિસ્થિતિમાં સ્થળાંરિત થવું પડ્યું તે અંગેના અનુભવો જાણ્યા હતા. આ સાથે તમામને ભારતીય નાગરિકતા સરળતાથી મળ્યાની ખાતરી કરી હતી.
લાભાર્થીઓએ નાગરિક સંશોધન અધિનિયમ-૨૦૧૯ (સી.એ.એ.) અંતર્ગત ભારતીય નાગરિકતા સરળતાથી મળી હોવાનું જણાવ્યું હતું. મંત્રીએ ભારતના નાગરિક બનેલા લોકોના અનુભવો અને પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા હતા.
આ તકે મંત્રીએ વિસ્થાપિતોને મળનારી વિવિધ સરકારી યોજનાકીય સહાયની પ્રાથમિક માહિતી આપી સરકાર તેમની સાથે હોવાની ખાતરી આપી હતી. આ તકે તમામ લાભાર્થીઓએ કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાને રૂ.110 કરોડના વિકાસ કામોના પ્રકલ્પોની ભેટ આપશે
આ પણ વાંચો: પાટણમાં હારીજ નગરપાલિકાના ટેક્સ સુપરિન્ટેન્ડન્ટને મળી જાનથી મારી નાખવાની ધમકી
