Patan News:હારીજ નગરપાલિકાના ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ ભૂપેન્દ્ર ત્રિવેદીને જાનથી મારી નાખવાની ધમકી મળવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં નગરપાલિકાના એક મહિલા કોર્પોરેટરના પતિ જીતુ ભીલે ફોન પર ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.આપને જણાવી દઈએ આ બનાવની ફરિયાદ હારીજ પોલીસ મથકે નોંધાઈ છે, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂપેન્દ્ર ત્રિવેદી, જેઓ હારીજ નગરપાલિકામાં ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે, તેમને એક મહિલા કોર્પોરેટરના પતિ જીતુ ભીલ દ્વારા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જીતુ ભીલે ભૂપેન્દ્ર ત્રિવેદી ફોન રિસીવ ન કરતાં ગુસ્સે થઈને આ ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે ભૂપેન્દ્ર ત્રિવેદીએ હારીજ પોલીસ મથકે જીતુ ભીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે જીતુ ભીલે ફોન પર અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો:પાટણ : સિદ્ધપુર હાઈવે પરની આતિશ ફેક્ટરીમાં આગ
આ પણ વાંચો:પાટણમાં પ્રેમ પ્રકરણમાં કરાઇ નિર્દોષની હત્યા,આવી રીતે આવ્યું સત્ય બહાર
આ પણ વાંચો:પાટણમાં વૃદ્ધની હત્યાનું રહસ્ય ઉકેલાયુ, પડોશમાં જ રહેતા પ્રેમીપંખીડાએ હત્યા કરી

